શ્રાવણ મહિનામાં મોટાભાગના લોકો ભગવાન શંકરને ખુશ રાખવા માટે વ્રત રહેતા હોય છે. પરંતુ જ્યારે તેઓ ઉપવાસ રાખે છે ત્યારે તેને ઉપવાસમાં ફરાળી વસ્તુ ખાવા માટેના વધુ પ્રમાણમાં મળતા નથી અને આથી જ તેને ન છૂટકે બટેટુ અને બટેટા માંથી બનેલી જ વસ્તુઓ ખાવી પડે છે. જેથી કરીને લોકોને પેટની સમસ્યા સર્જાય છે પરંતુ જો આ શ્રાવણ માસની અંદર ઉપવાસના દિવસોમાં આ સિવાય બીજી કોઈ ફરાળી વસ્તુ મળી જાય તો શું કહેવું.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એકદમ ફરાળી દુધીનો હલવો બનાવવા માટે ની રેસીપી કે જે શ્રાવણ મહિનામાં સેવન કરવાથી થશે તમારું પેટ પણ ખુશ અને સાથે સાથે થશે ભગવાન શંકર પણ ખુશ તો ચાલો જાણીએ શું છે તેની રેસિપી..
સામગ્રી
બનાવવાની રીત
દુધીનો હલવો બનાવવા માટે સૌપ્રથમ દૂધીને ખમણી ને તેની બારીક ખમણ કરી લો.
ત્યારબાદ આ ખમણને કુકર ની અંદર બાફવા માટે મૂકી દો. જ્યારે કુકરમાં દૂધીનું ખમણ બફાઈ જશે ત્યારે તેની અંદરથી પાણી વછૂટશે જેને દૂર કરી લો.
હવે એક વાસણ ની અંદર થોડો માવો ગરમ કરવા માટે મૂકો. જ્યારે માવો ગરમ થઈને એકદમ ઢીલો થઇ જાય ત્યારબાદ તેની અંદર બાફેલી દૂધી નું ખમણ અને ખાંડ ઉમેરી દો.
ત્યારબાદ આ મિશ્રણને બરાબર હલાવી ગેસ પર ધીમે-ધીમે પાકવા દો. ગેસ પર પકવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તે ને વારે વારે હલાવતા રહેવું જેને કારણે દુધીનો હલવો નીચે ચોંટે નહી.
જ્યારે આ મિશ્રણ એકદમ ઘટ્ટ થવા લાગે ત્યાર બાદ તેને ગેસ પરથી ઉતારી લઈ તેની અંદર ડ્રાય ફ્રુટ ની ઝીણી કતરણ ઉમેરી દો.
બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને ફરાળી દૂધીનો હલવો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…