નમસ્કાર મિત્રો દૂધીનું શાક ભારત દેશના દરેક જગ્યાએ ખુબ જ પ્રખ્યાત છે. પરંતુ ભારત દેશની અમુક જગ્યાએ ઘણા લોકો એવા છે કે જેને આ દૂધીનું શાક ભાવતું ન હોય. તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એકદમ નવી વેરાયટી નું દુધી દાળનું શાક જે ખાતા જ લોકો આંગળા ચાટતા રહી જશે અને જે લોકો દુધી ક્યારેય નથી ખાતા તે લોકો પણ હોશે-હોશે આ શાક ખાવા મળશે.
સામગ્રી
- 250 ગ્રામ દુધી
- 50 ગ્રામ ચણાની દાળ
- 2 ટમેટા
- 1 ચમચી આદુની પેસ્ટ
- ૨ થી ૩ ઝીણા સમારેલા લીલા મરચા
- અડધી ચમચી લાલ મરચુ પાવડર
- એક ચપટી હિંગ
- અડધી ચમચી ધાણાજીરું પાઉડર
- બે ચમચી ઘી
બનાવવાની રીત
- સૌપ્રથમ દૂધીને ધોઈને તેને છાલ ઉતારી તેના નાના નાના કટકા કરી લો. ત્યારબાદ ચણાની દાળને પણ પાણી વડે બરાબર ધોઈ લો. હવે એક મિક્સરનો ઉપયોગ કરી ટમેટુ, આદુ અને લીલા મરચાની એકદમ બારીક પેસ્ટ બનાવી લો.
- હવે એક ગેસ પર કુકર રાખી તેની અંદર બે ચમચી જેટલું ઘી ઉમેરી તેને બરાબર ગરમ કરી લો.ત્યારબાદ તેની અંદર હીંગ અને જીરાનો વઘાર કરો અને જ્યારે તેનો બરાબર વઘાર થઈ જાય ત્યારબાદ તેની અંદર અગાઉથી પેસ્ટ કરેલ ટમેટા આદુ અને મરચાનો પેસ્ટ ઉમેરી બરાબર પાકવા દો.
- જ્યારે તે બરાબર પાકી જાય ત્યાર બાદ તેની પર હળદર સ્વાદ અનુસાર મીઠું ,ધાણાભાજી, લીલા મરચા, લાલ મરચું પાઉડર અને ધાણાજીરું પાવડર ઉમેરી બરાબર હલાવી ને પાકવા દો અને ત્યારબાદ તેની અંદર ચણાની દાળ અને દૂધ ઉમેરી બરાબર હલાવી લો.
- હવે કૂકર બંધ કરી ચારથી પાંચ સીટી વાગે ત્યાં સુધી તેને પાકવા દો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ દુધી દાળનું શાક દાળ.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.