આયુર્વેદ શાસ્ત્રોની અંદર ઘણાં વિરોધાભાસ આહાર વિશે જણાવવામાં આવ્યું છે. કે જેનું સેવન કરવાના કારણે તમારા શરીરમાં અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. જ્યારે તમે કોઈપણ બે વિરોધાભાસ વાળી વસ્તુઓનું સેવન કરો ત્યારે તમારા શરીરમાં તે વસ્તુઓ ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ દૂધની સાથે કે દૂધ પછી કઈ એવી વસ્તુઓ છે કે, જેનું ક્યારેય સેવન ન કરવું જોઈએ.
જો દૂધ સાથે આ વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તમારા શરીરને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એ વસ્તુઓ વિશે કે જેનું સેવન દૂધ પછી ક્યારેય ન કરવું જોઈએ.
દહી
દૂધનું સેવન કરવાની સાથે અથવા તો દૂધનું સેવન કર્યા બાદ ક્યારેય પણ ભૂલથી પણ દહીં ન ખાવું જોઈએ. કેમકે, દહીનુ સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર તમારી પાચન ક્રિયા પર સીધી જ અસર પડે છે. અને પેટની અંદર એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે.
ખાટા ફળો
દૂધનું સેવન કર્યા પહેલા અને દૂધનું સેવન કર્યા બાદ ક્યારેય પણ ખાટા ફળો ના ખાવા જોઈએ. કેમકે, તેની અંદર રહેલા ઍસિડ તમારા શરીરની અંદર દૂધ ને ઝેર બનાવી દે છે જે ઝાડા અને ઉલટી નું મુખ્ય કારણ બની રહે છે.
બ્રેડ બટર
સવારે નાસ્તામાં ક્યારેય દૂધની સાથે બ્રેડ-બટરનું સેવન ન કરવું જોઈએ. કેમકે, તેની અંદર વિપુલ માત્રામાં ફેટ રહેલું હોય છે જે તમારા શરીરને બેડોળ બનાવી દે છે. અને તમારા શરીરની અંદર સેટ વધવાનું મુખ્ય કારણ બની રહે છે.
મસાલેદાર
દૂધ સાથે ક્યારેય વધારે મસાલેદાર કે વધુ તળેલી વસ્તુઓ ન ખાવી જોઈએ. કેમ કે, આમ કરવાના કારણે તમે જમી લો ખોરાક આસાનીથી પચતો નથી. અને આથી જ તમારા પેટની અંદર અપચાની સમસ્યા સર્જાય છે.
અડદની દાળ
અડદની દાળને દૂધ અને વિરોધાભાસ આહાર માનવામાં આવે છે. આથી ક્યારેય પણ અડદની દાળ સાથે દૂધનું સેવન ન કરવું જોઈએ.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.