દૂધ રોટલી નું નામ પડતાં જ આપણને આપણું નાનપણ યાદ આવી જાય છે. કેમ કે મોટાભાગના લોકોએ પોતાના નાનપણ ના સમયમા દૂધ અને રોટલી ખૂબ જ ખાધી હશે. અને ઘણા લોકો તો એવા છે કે જે મોટા થઇ ગયા બાદ પણ પોતાની આ ટેવ ને જાળવી રાખે છે. અને આજે પણ તે દૂધ અને રોટલી ખાવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે.
સામાન્ય રીતે દૂધ રોટલીનો સ્વાદ એટલો મસ્ત હોય છે. કે તે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના દરેક લોકોને ખૂબ જ ભાવતું હોય છે. અને આથી જ લોકો તેને વધુ ખાવાનું પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે આ જ દૂધ રોટલી નુ સેવન કરવાના કારણે તમારા શરીરને પણ અનેક પ્રકારના ફાયદાઓ થાય છે. જો નહીં તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. દૂધ રોટલી નું સેવન કરવાના કારણે તમારા શરીરને થતા ફાયદાઓ વિશે.
કબજિયાતમાંથી રાહત
દૂધ અને રોટલી નું સેવન કરવાના કારણે દૂધ અને રોટલી ના અંદર રહેલા ફાઈબર ના તત્વો તમારા શરીરની અંદર ગયેલ ખોરાકને ખૂબ આસાનીથી પચાવી દે છે. આથી જ દૂધનું સેવન કરવાના કારણે તે તમારા પેટની અંદર ખુબ જ આસાનીથી પચી જાય છે. અને તમારા પેટની અંદર રહેલો વધારાનો મળ દૂર કરે છે અને આથી જ તમને કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે.
બ્લડ પ્રેસર
સામાન્ય રીતે દૂધ સાથે રોટલી ખાવાના કારણે જે લોકો બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાતા હોય તે લોકોને ખૂબ જ રાહત મળે છે. જો રોજ સવારે એકદમ ઠંડા દૂધ સાથે બે થી ત્રણ રોટલી પલાળીને ખાવામાં આવે તો તમારા શરીરની અંદર રક્તનો પ્રવાહ વધી જાય છે. જેને કારણે તમારી બ્લોક નળી ખૂલી જાય છે અને આથી જ બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય છે.
વજન વધારવા માટે
દૂધ અને રોટલી મિક્સ કરીને ખાવાના કારણે તેના પોષક તત્વો સીધા તમારા શરીરની અંદર શોષાઈ જાય છે. જેને કારણે તમારા શરીરની અંદર નવું લોહી અને નવી માંસપેશીઓ બને છે. જેને કારણે લોકોનું વજન પણ વધે છે. અને સાથે સાથે જે લોકો દુબળા-પાતળા હોય તે લોકોનું શરીર પણ મજબૂત બનતું જાય છે.
એલર્જી વર્ધક
દૂધ અને રોટલી સાથે ખાવાથી તમારા શરીરની અંદર ભરપૂર માત્રામાં એનર્જી આવે છે. અને આથી જ લોકો આખા દિવસની કાર્ય કરવાની એનર્જી રોજ સવારે એક વાટકી જેટલા દૂધ અને રોટલી માથી મેળવી શકે છે.
બ્લડ સુગર માં
ડાયાબીટીસની તકલીફ ધરાવતા લોકો માટે દૂધ અને રોટલી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે રોટલી ની અંદર દૂધ ભેળવીને ખાવાના કારણે તમારા શરીરની અંદર કુદરતી રીતે ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. જે તમારા શરીરની અંદર રહેલી વધારાની સુગરને શોષી લે છે. અને આથી જ લોકોને ડાયાબિટીસ માંથી રાહત મળે છે.
ગેસની સમસ્યા
વાસી રોટલી અને દૂધને ભેળવીને સાથે ખાવાથી તમારા પેટની અંદર ઉત્પન્ન થતા ગેસ દૂર થાય છે. આથી જે લોકોને પેટ સંબંધી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તે લોકો રોટલી અને દૂધને એક સાથે મિક્સ કરીને ખાય તો તેને પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.