આપણે ત્યાં વિવિધ જાતના નાસ્તાઓ બનાવવામાં આવે છે અને તેમાંની જ એક છે કચોરી. કચોરી નું નામ પડતાં જ નાના બાળકોથી માંડીને મોટા મોટા વૃદ્ધોના મોંમાં પાણી આવી જાય છે. સામાન્ય રીતે આપણે ત્યાં બે જાતની કચોરી બનતી હોય છે. જેમાંથી એક તરત જ ખાઈ શકાય તેવી હોય છે અને બીજી ડ્રાય કચોરી કે જેને તમે એક મહિનો સુધી ખાઈ શકો છો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે બનાવશો આ ડ્રાય કચોરી.
સામગ્રી
- 2 કપ મેંદો
- એક ચમચો તેલ
- અડધો કપ પાપડી ગાંઠિયા
- બે ચમચી ખજૂર આમલીની ચટણી
- અડધી ચમચી હળદર
- એક ચમચી લાલ મરચું પાઉડર
- અડધી ચમચી ગરમ મસાલો પાઉડર
- અડધી ચમચી તીખા ની ભૂકી
- અડધી ચમચી આમચૂર પાવડર
- ૧ ચમચી તેલ
- ૧ ચમચી ધાણા
- એક ચમચી વરિયાળી
- અડધી ચમચી ખસખસ
- અડધો કપ કાજુ
- દસથી બાર કિસમિસ
- 2 ચમચા બદામ
- ૨ ચમચી ખાંડ નો પાઉડર
- જરૂર મુજબનું તેલ
બનાવવાની રીત
- સૌપ્રથમ ગાંઠીયા ને એકદમ બારીક ભૂકો કરી લો.
- ત્યારબાદ એક કડાઈ ની અંદર થોડું તેલ ગરમ કરવા મુકો. અને તેની અંદર આ ગાંઠીયા બધા જ ડ્રાયફ્રુટ તથા બીજા મસાલા ઉમેરી બરાબર હલાવી લો અને 1 મિનીટ સુધી પાકવા દો.
- ત્યારબાદ આ મિશ્રણમાં ખાંડ મીઠું અને ખજૂર-આંબલીની ચટણી ઉમેરી તેને બરાબર હલાવી લો અને 1 મિનીટ સુધી પાકવા દો.
- હવે ગેસ બંધ કરી દઈ અંદાજે ૪ થી ૫ મિનિટ સુધી આ મસાલાને ઠંડુ થવા દો.
- એક વાસણની અંદર મેંદો નમક અને જરૂર મુજબનું તેલ ઉમેરી એકદમ કડક લોટ બાંધો.
- હવે આ લોટમાંથી નાનો લૂઓ લઈ તેને ગોળાકાર ની વાણી તેની વચ્ચે આપણે બનાવેલો મસાલો ભરી કચોરી જેવો આકાર બનાવી લો.
- ત્યારબાદ એક વાસણની અંદર તેલ ગરમ કરવા મુકો અને જ્યારે તેલ બરાબર આવી જાય ત્યારબાદ ધીમી આંચ પર આ કચોરીને તળી લો.
- હવે તૈયાર થઈ ગયેલી આ કચોરીને એક ટિસ્યુ પેપરમાં કાઢી લો જેથી કરીને તેના ઉપર રહેલું તેલ શોષાઈ જાય અને કચોરી લાંબો સમય સુધી બગડે નહીં.
- બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ડ્રાય કચોરી.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.