કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે અને સાથે સાથે સ્વાદ માં પણ ખુબજ સ્વદીસ્ટ હોય છે.. તેમાં એન્ટીઑકિસડન્ટ, પ્રોટીન, વિટામીન એ, બી અને સી પુષ્કળ માત્રા માં હોય છે, જે શરીરને તંદુરસ્ત રાખવા માટે મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કેરી ખાધા પછી થોડા સમય માં આ 3 વસ્તુઓ ખાવાથી શરીર પર ખરાબ અસર થાય છે. આજે, અમે તમને ત્રણ વસ્તુઓ વિશે જણાવીએ જેને કેરી ખાધા પછી ભૂલ થી પણ ના ખાશો.
કેરી ખાધા પછી ભૂલથી પણ કારેલા ના ખાવા જોઈએ કારણ કે કેરી મીઠી અને કરેલું કડવું હોય છે. જ્યારે લોકો એક વસ્તુ ખાવા પછી તરત જ બીજી વસ્તુ ખાય છે, ત્યારે એક પ્રકારનું રીએક્શન શરુ થાય છે. અને કેરી ખાધા પછી કારેલું ખાવાથી શરીરના વિવિધ ઝેર ફેલાય છે. ઝેરનો ફેલાવો શરૂ થાય છે ત્યારે ઉલટી પણ થાય છે અને આ ઝેર વ્યક્તિને ખૂબ જ બીમાર બનાવે છે અને ઘણી વખત શ્વાસ લેવામાં માં પણ સમસ્યા ઉભી કરે છે.
સાથે સાથે આ વાત નું પણ ધ્યાન રાખવું કે કેરી ખાધા પછી લગભગ 4-5 કલાક માટે લીલા મરચાં ખાશો નહીં. જો તમે કેરી ખાધા પછી લીલા મરચા ખાવ છો તો તે પેટમાં એક પ્રકારનું રીએક્શન શરુ થાય છે અને તે બળતરા પણ ઉત્પન કરે છે અને સાથે સાથે પેટમાં ઘણા રોગોનું કારણ બને છે.
કેરી ખાધા પછી દહીં અથવા રાયતું અથવા દહીં માંથી બનાવેલ ખોરાક નું સેવન ના કરો. આ વસ્તુઓ ખાવાથી પ્રતિક્રિયા થાય છે અને અન્ય ઘણા રોગો થાય છે.
તો મિત્રો કેરી ની સીઝન માં કેરી નો ભરપુર લાભ લેવો જોઈએ પણ સાથે સાથે સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખવું જોઈએ.
આ માહિતી ઉપયોગી લાગી હોય તો બીજા લોકો સાથે જરૂર share કરજો.
લેખન અને સંકલન : દિવ્યા રાવલ