દિવાસળી નો ઉપયોગ કોઈપણ વસ્તુને સળગાવવા માટે થાય છે. આ વાત આપણે બધા જાણીએ છીએ, પરંતુ તમે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ જ દિવાસળી નો ઉપયોગ તમે અન્ય કામો માટે પણ લઈ શકો છો. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આજ દીવાસળી માથી બનેલી અમુક એવી કારીગરી કે જે જોઈને તમે પણ વિચારતા રહી જશો.
ઘણા ભેજાબાજો દિવાસળી નો ઉપયોગ કરીને એવી નવી ડિઝાઈન બનાવે છે કે તમે ક્યારેય ડિઝાઈનની કલ્પના પણ ન કરી હોય અને તેમાં ક્યારેય વિચારી પણ ન શકો કે આ ડિઝાઇન દીવાસળી માંથી બનેલી છે. આવી ડિઝાઇનો બનાવવા માટે તે રાત દિવસ એક કરી દે છે. તો ચાલો જોઈએ દીવાસળી માંથી બનેલી અમુક એવી ડિઝાઈન.
દિવાસળી ની સળી ઓ માંથી બનાવેલી આ સાયકલ ખરેખર કોઈ પણ ઘરના શો-પીસ તરીકે ઉપયોગ કરી શકાય તેવી છે. બજારમાં ગમે તેટલા રૂપિયા આપતા પણ તમને આ પ્રકારનો શોપીસ કોઈ જગ્યાએ નહીં મળે.
શું દીવાસળી માંથી તાજ મહેલ પણ બનાવી શકાય આ તસવીરને એક નજરે જોતા તમને એવું નહીં લાગે કે આ તાજમહેલ દિવસની માંથી બનાવવામાં આવેલો છે. પરંતુ આ સત્ય હકીકત છે. એક ભેજાબાજે હજારો દીવાસળીઓ નો ઉપયોગ કરીને આ તાજમહેલ બનાવ્યો છે અને આ માટે તેને અંદાજે એક અઠવાડિયા જેટલો સમય લાગેલો છે.
દીવાસળી માંથી બનાવેલું આ ઘર જોઈને તમે પણ રહી જશો દંગ. કેમકે ઘરની સજાવટ આદિવાસીઓ વડે કઈ રીતે કરવામાં આવી છે કે તમને જોઈને જ આવું ઘર બનાવવાનું મન થઈ જાય.
વૃક્ષ બેસવું આપણને સૌને પસંદ છે પરંતુ આપણે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે દીવાસળી માથી પણ વૃક્ષ બની શકે છે. જી હા, તમે જે તસવીરમાં જોઈ રહ્યા છો એ વૃક્ષ દીવાસળી માંથી બનાવવામાં આવેલું છે.
તમને દરેકને ડાઈનિંગ ટેબલ પર જમવા બેસવું પસંદ હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે. કે આ dining table દીવાસળી માંથી બની શકે. જો નહીં તો જુઓ આ તસવીર એક કારીગરે દિવાસળીની સળિયો માંથી આ ટેબલ-ખુરશી બનાવેલા છે જેની કારીગરી જોઈને તમે પણ રહી જશો દંગ.
આપણે દરેક લોકો જાણીએ છીએ કે દિવાસળીને લાકડામાંથી બનાવવામાં આવે છે જે લાકડું આપણને કોઈ ઝાડ માંથી મળે છે, પરંતુ શું કોઇએ વિચાર્યું હશે કે આ દિવાસળીનો ઉપયોગ કરીને તમે ઝાડ બનાવી શકો જો નહીં તો જુઓ આ તસવીરો.
દીવાસળી માંથી બનાવેલા આ કપરકાબી તમારા ઘરના કોઈ showcase ની શોભા વધારવા માટે સક્ષમ છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.