સામાન્ય રીતે ગુજરાતી લોકોને ઢોકળા ખૂબ જ ભાવતા હોય છે કેમકે ગુજરાતી લોકો સમગ્ર વિશ્વની અંદર પોતાના ઢોકળા માટે પ્રખ્યાત છે. લોકો અવનવી વેરાયટી ના અને વિવિધ જાતના ઢોકળા તો ખાતા જ હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ ઢોકળા માંથી બનતું એકદમ સ્વાદિષ્ટ શાક જે આનાથી પહેલા તમે ક્યારેય નહિ સાંભળ્યું હોય કે નહીં ખાતું હોય એક જ છે.
સામગ્રી
- અડધો કપ લીલી મગની દાળ
- એક ચમચી ફ્રુટ સોલ્ટ
- 1 કપ બાફેલા મકાઈના દાણા
- ૧ ચમચી ઝીણી સમારેલી કોથમીર
- 5 લીલાં મરચાં
- એક લીંબુનો રસ
- બે ચમચી ઝીણો નારીયલ નો ભૂકો
- અડધી ચમચી લાલ મરચું પાઉડર
- એક ચમચી ધાણાજીરુ પાઉડર
- સ્વાદ અનુસાર મીઠું
- અડધી ચમચી હિંગ
- જરૂર મુજબનું તેલ
- એક ચમચી સાકર નો ભૂકો
બનાવવાની રીત
- સૌપ્રથમ લીલી મગની દાળને અંદાજે ૨ થી ૩ કલાક સુધી પાણીમાં પલાળી દો.
- ત્યારબાદ મગની દાળમાંથી વધારાનું પાણી નિતારી લઈ તેની અંદર અડધો કપ જેટલું પાણી અને લીલા મરચા ઉમેરી તેને મિક્સરમાં બરાબર પીસી લો.
- ત્યારબાદ આ મિશ્રણની અંદર સ્વાદ અનુસાર મીઠું એક ચપટી હિંગ ઉમેરી બરાબર ભેળવી દો.
- ત્યારબાદ તેની અંદર એક ચમચી એટલું ફૂટબોલ અને થોડું પાણી ઉમેરી તેને ઢોકળાના કુકરમાં બાફવા માટે મૂકી દો.
- જ્યારે ઢોકળા બરાબર પાકી જાય ત્યાર બાદ તેને બહાર કાઢી લઈ તેને ઠંડુ થવા માટે રાખી મૂકો અને ત્યારબાદ તેના એકસરખા ટૂકડા કરી લો.
- ત્યારબાદ એક કડાઈ ની અંદર થોડું તેલ ગરમ કરવા મૂકી તેની અંદર રાઈ નો વઘાર કરી લો ત્યારબાદ તેની અંદર એક ચપટી હિંગ અને થોડું પાણી દો.
- હવે તેની અંદર ખાવાનો સોડા સ્વાદ અનુસાર મીઠું મકાઈના દાણા ઉમેરી બરાબર પાકવા દો.
- હવે તેની અંદર લાલ મરચું પાવડર હળદર ધાણાજીરૂ ગરમ મસાલો તથા અન્ય મસાલા મેળવી બરાબર મિક્સ કરી લો.
- હવે તેને અંદાજે 1 થી 2 મિનીટ સુધી પાકવા દો અને ત્યારબાદ તેની અંદર ઢોકળા ના ટુકડા ઉમેરી બરાબર હલાવી લો.
- ઢોકળા ઉમેર્યા બાદ હલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ટુકડાનો ભૂકો ન થઈ જાય.
- અંદાજે 1 થી 2 મિનીટ સુધી પાકવા દો તેને ગેસ પરથી ઉતારી લો અને બસ તૈયાર છે કદમ અવનવું અને સ્વાદિષ્ટ એવા ઢોકળા નું શાક.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.