ઘન ને ખેચી લાવે છે તથા બીજા પણ ઘણા લાભ આપે છે આ એક આંખ વાળું “એકાક્ષી નાળીયેર”

હિન્દુ પૂજન માં નાળીયેર વિના પૂજ પૂરી થતી નથી. નારિયલને શ્રીફળ પણ કહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં નારિયેલ ના ઘણા પ્રકારો આપ્યા છે, એક આંખ વાળું નાલીયીર તેમાંથી એક છે. આ નારિયલને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે પૈસા ખેચી લાવવામાં મદદ કરે છે. એક આંખ વાળું નાળીયેર શોધવું ખુબજ અઘરું છે. હજારો નાળિયેરો જોવો ત્યારે મુશ્કેલીથી એકાદું માંડ મળે. અને કદાચ ણ પણ મળે.જેના ઘરમાં એક આંખ વાળું નાળીયેર હોય તેના ઘરમાં લક્ષ્મી નો નિવાસ હોય છે.

આમ જોઈએ તો દેખાવમાં આ નારિયલો સામાન્ય નારિયલ્સની જેમ જ હોય છે, પરંતુ તેની ઉપર આંખની સમાન એક ચિહ્ન હોય છે. તેથી તેને એકાક્ષી (એક આંખ વાળું) નાળીયેર કહે છે. જેને ઘરમાં રાખવાથી ઘણી બધી સમસ્યાઓ દુર થાય છે. આ નાળિયેરની ઘણી બધી વિશેષતાઓ છે. ચાલો તેમનો પરિચય લઈએ.

એકાક્ષી નાળીયેર ના લાભ

 • જે ઘરમાં એકાક્ષી નાળીયેર ની પૂજા થાય ત્યાં તાંત્રિક વિદ્યા ની અસર થતી નથી. અને કુટુંબના સભ્યોને માન-આદર, પ્રતિષ્ઠા અને સફળતાની પ્રાપ્તિ થાય છે.
 • દિવાળી ના દિવસે તે નાળીયેર ની પૂજા કરી ને પૂજા સ્થાને રાખી મુકવાથી નાણાંથી સંબંધિત ઘણા લાભ થાય છે.
 • નવગ્રહો ની શાંતિ માટે પણ એકક્ષી નાળીયેર લાભદાયી પુરવાર થશે. જો તમે તમારી કુંડલીના કોઈપણ ગ્રહને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવ તો તમારા માટે આ ખુબજ સારો ઉપાય છે.
 • એકાક્ષી નાળિયેરને ઘર અથવા દુકાનમાં રાખવાથી હંમેશા બરકત થાય છે.
 • જ્યારે કોઈ ખાસ કામ માટે બહાર જવાનું હોય ત્યારે એકાક્ષી નાળીયેરની પૂજા કરી ને નીકળવું. આનાથી તે કામમાં સફળ થવાની શક્યતા વધી જાય છે.

કેવી રીતે કરવી એકાક્ષી નાળીયેરની પૂજા

 1. એકાક્ષી નાળીયેર મળે એટલે , કોઈ શુભ મુહુત જેમ કે દિવાળી, હોળી કે અન્ય શુભ દિવસ પર પૂજા કરવી.
 2. પૂજાઘરમાં એક ચોકી પર લાલ વસ્ત્ર પાથરો અને તેના પર એકાક્ષી નાળીયેર સ્થાપિત કરો.
  ઘી અને સિંદૂરનું લૅપ તૈયાર કરો.
 3. તે લેપને એકાક્ષી નાળીયેર પર સરસ રીતે લગાડો. ધ્યાન રાખવું કે માત્ર આંખ સિવાય બાકીના આખા નાળીયેર પર લેપ આવવું જોઈએ.
 4. પછી તે લાલ રેશ્મી વસ્ત્રોમાં બાંધવું અને તેની શૉઢોપચાર પૂજા કરવી. પૂજાના ઉપરાંત નીચેના મંત્રના ઓછામાં ઓછા 11 માળા કરી એકાંક્ષી નાળિયેરને સમર્પિત કરો.

ॐ श्रीं ह्रीं क्लीं ऐं महालक्ष्मी स्वरूपाय एकाक्षी नारिकेलाय नम:


ક્યારેક સંજોગનુજોગ તમને આ નાળીયેર મળે તો જરૂર થી લઇ ને નિયમિત પૂજા કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *