સામાન્ય રીતે આપણે આપણા ઘરની સજાવટ માટે અનેક પ્રકારના ફોટાઓ આપણા ઘરની દીવાલો પર લગાવતા હોઈએ છીએ. પરંતુ આપણે ઘણી વખત એ જાણતા નથી કે આપણા આ ફોટા દિવાલ પર લગાવવાના કારણે આપણા ઘરની સજાવટ તો થાય છે, પરંતુ તેના કારણે આપણને અમુક નુકસાન પણ થઈ શકે છે. કેમ કે ઘણી વખત વાસ્તુશાસ્ત્રના નિયમોથી વિરુદ્ધ જો આ ફોટાઓ લગાવવામાં આવ્યા હોય તો તે તમારા ઘરમાં અમુક નકારાત્મક પ્રભાવ પણ પાડી શકે છે.
આથી જો તમારા ઘરની અંદર ક્યારેય પણ સજાવટ માટે કે અન્ય કોઈપણ કારણ માટે કોઈ તસવીરો લગાવવાની હોય તો તેને હંમેશાને માટે વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર લગાવવી જોઈએ. જેને કારણે તમારા ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો વાસ થાય અને ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય.
વાસ્તુશાસ્ત્ર ની અંદર અમુક એવી તસવીરો વિશે કહેવામાં આવ્યું છે કે જે જો તમારા ઘરની દીવાલ પર લગાવવામાં આવે તો તમે પણ બની શકો છો રાતોરાત ધનવાન. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આવી જ અમુક તસવીરો વિશે કે જે ઘરના દિવાલ પર લગાવવાથી ક્યારેય નહીં સર્જાય તમારા ઘરની અંદર પૈસાની અછત.
• વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર જો ઘરની અંદર દેવી દેવતાઓની તસવીરો લગાવવામાં આવે તો તમારા ઘરની દરેક સમસ્યાઓ દૂર થાય છે અને કાયમી માટે ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે.
• જો ઘરની દીવાલો પર પહાડ અથવા તો ઉડતા પક્ષી ની તસ્વીરો લગાવવામાં આવે તો તેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને તમારા પરિવારના સભ્યોનો આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
• તો તમારા ઘરની દિવાલ પર ઊડતા પક્ષીઓની અથવા તો હંસ ની તસવીર લગાવવામાં આવે તો તમારા ઘરની અંદર કાયમી માટે માતા લક્ષ્મીનો વાસ થાય છે અને તમારા ઘરની અંદર ક્યારેય પૈસાનો અભાવ સર્જાતો નથી.
• જો તમારા બેડરૂમની અંદર અથવા તો તમારી ઓફિસની અંદર સમુદ્ર કિનારે દોડતા સાત ઘોડાની તસવીરો લગાવવામાં આવે તો તમારા ઘરમાં અથવા તો ઓફિસમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
• ઘરના હોલની અંદર જો હંસ ની ખૂબ મોટી તસવીર લગાવવામાં આવે તો તમારા ઘરની અંદર ક્યારેય પણ પૈસાની કમી સર્જાતી નથી.
• રસોડાની અંદર જો તમારે તસવીર લગાવવી હોય તો ત્યાં હંમેશાને માટે કોઈ પણ શાકભાજી અથવા તો ફ્રુટ ની તસવીર લગાવવી જોઈએ જેને કારણે તમારા રસોડાની બરકત બની રહે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.