દેવીના આ મંદિરમાં ઘી કે તેલથી નહી પરંતુ પાણીથી થાય છે દીવા

સામાન્ય રીતે દરેક મંદિરની અંદર ભગવાનને ધૂપ-દીપ કરવામાં આવતા હોય છે અને સામાન્ય રીતે દરેક મંદિરની અંદર આ ધુપ અને દીવા ઘી અથવા તેલ માંથી પ્રગટાવવામાં આવતા હોય છે. કેમ કે સામાન્ય રીતે ઘી અને તેલ બને ઊંચા તાપમાને સળગી ઊઠે છે અને આથી જ તેમાંથી બનાવવામાં આવતો દીવો લાંબા સમય સુધી ચાલી રહે છે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે પાણીમાંથી દિપક પ્રગટી શકે?

મધ્યપ્રદેશમાં આવેલ એક માતાજીના મંદિરની અંદર આવી જ એક અનોખી ઘટના બની છે. મધ્યપ્રદેશ ની અંદર ગડિયા ઘાટ માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિર કાલ સિંધ નદીના કિનારે આવેલું છે અને અહીંયા માતાજીને દીવો પ્રગટાવવા માટે ઘી અથવા તો તેની જરૂર પડતી નથી પરંતુ આ નદીના પાણી દ્વારા જ આ માતાજીને દીવો પ્રગટાવવામાં આવે છે.

મધ્યપ્રદેશમાં આવેલા આ મંદિરની અંદર છેલ્લા પચાસ વર્ષથી ક્યારેય પણ ઘી અથવા તો તેલમાંથી દીવો પ્રગટાવવામાં આવ્યો નથી. આ મંદિરની અંદર છેલ્લા પચાસ વર્ષથી માત્ર આ નદીના પાણી દ્વારા જ દીવો પ્રગટાવવામાં આવે છે અને સોશિયલ મીડિયામાં આ વાત ના વીડિયો પણ વાયરલ થયેલા છે.

અહીંના સ્થાનિક લોકોનું એવું માનવું છે કે અહીંયા પચાસ વર્ષ પહેલા ઘી અને તેલમાંથી સામાન્ય દીવાની જેમ જ દીવા પ્રગટાવવામાં આવતા હતા. પરંતુ એક સમયે ત્યાંના એક ભક્તના સપનામાં માતાજી આવ્યા અને તેણે કહ્યું કે તે આ નદીના પાણીથી પોતાને દીવો પ્રગટાવે અને તે વખતે બીજે દિવસે આવું કરતા ત્યાં નદીના પાણીમાંથી જ દીવો પ્રગટ્યો હતો અને ત્યારથી લઈને આજ સુધી માતાજીને આ પાણીમાં જ દીવો પ્રગટાવવામાં આવે છે.

પહેલા તો ગામના લોકોએ આ વાત પર વિશ્વાસ કર્યો ન હતો પરંતુ જ્યારે તેણે આખી હકીકત પોતાની નજરે જોઈ ત્યારે તેને પણ તે પુજારી અને માતાજી પર વિશ્વાસ બેઠો અને ત્યારથી લઈને આજ સુધી લોકો ખૂબ શ્રદ્ધાથી આ નદીનું પાણી લઈ અને તેના દ્વારા જ માતાજી સમક્ષ દીવો પ્રગટાવે છે. વાતો ત્યાં સુધી પહોંચી ગઈ કે ઘણા લોકોએ આ વાતનો વીડિયો પણ ઉતાર્યો છે અને તેને સોશિયલ મીડિયા પર ફેલાવ્યો પણ છે.

અહીંયા સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં માતાજીની સમક્ષ દીવો પ્રગટ થતો નથી કેમ કે ચોમાસાની ઋતુમાં આ નદીમાં ખૂબ જ વધુ માત્રામાં પૂર આવે છે અને આથી જ આ સમગ્ર મંદિર એ નદીના પાણીમાં ડૂબી જાય છે અને આથી જ ચોમાસાની ઋતુમાં આ મંદિરમાં કોઇપણ જાતનો દીપ પ્રગટાવવામાં આવતો નથી. પરંતુ ચોમાસાની ઋતુ પૂરું થતાં જ જેવું જ આ નદીનું પાણી નું સ્તર નીચું જાય છે કે તરત જ ત્યાંના પૂજારી આ નદીના પાણીને લઇ અને તેમાંથી માતાની સમક્ષ દીવો પ્રગટાવે છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *