ડાયાબિટીસ થી બચવા ખાઓ શુગર ફ્રી શાકભાજીઓ, જાણો શું છે તેના ફાયદા?

આજના સમયમાં ડાયાબિટીસના દર્દીઓમાં સતત વધારો થતો રહે છે. લોકોના શરીરમાં સુગરનું લેવલ કન્ટ્રોલ ન થવાના કારણે તેને ડાયાબિટીસની સમસ્યા સર્જાય છે. જમ્યા બાદ શરીરમાં ઉત્પન્ન થતી સુગર પૂરતા પ્રમાણમાં ન શોસાવા નાં કારણે લોકો ડાયાબિટિસની સમસ્યાથી પીડાતા હોય છે. ડાયાબિટીસ નાં દર્દીઓ જાતજાતની દવાઓ પણ ખાતા હોય છે.

પરંતુ જો ડાયાબિટીસના દર્દીઓ પોતાના ખોરાકનું ધ્યાન રાખે અને યોગ્ય પ્રમાણમાં સમતોલ આહાર લે તો તેના શરીરનું સુગર લેવલ ઓટોમેટિક જળવાઈ રહે છે. જેને કારણે તેને હાઈ સુગરની પ્રોબ્લેમ થતી નથી. આજે બજારમાં ઘણા એવા પ્રોડક્ટ મળે છે કે જે સુગર ફ્રી હોય છે જેમ કે તમે જ્યારે આઇસ્ક્રીમ ખાવા જાઉં, મીઠાઈ ખાવ કે પછી ચોકલેટ ખાવ બજારમાં ત્યારે આ દરેક વસ્તુ સુગર-ફ્રી મળે છે. જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખાવા યોગ્ય બની જાય છે.

પરંતુ આજે અમે વાત કરી રહ્યા છીએ એવા શાકભાજીની કે જે સુગર ફ્રી છે જી હા વાંચીને તમને નવાઈ લાગશે પરંતુ શાકભાજી ની અંદર પણ કુદરતી સુગર હાજર હોય છે. ઘણા શાકભાજી સ્વાદે મીઠા લાગતા હોય છે જેમકે ગોળ અંજીર કેળા ખજૂર અને જેરી આ બધા ફળો સામાન્ય રીતે સુગર ધરાવતાં હોય છે જેને ખાવાથી પણ તમારા શરીરમાં સુગરનું પ્રમાણ વધઘટ થઇ શકે છે પરંતુ આજે અમે વાત કરીશું એવા શાકભાજીની કે જે છે તદ્દન ફ્રી તો ચાલો જાણીએ આ શાકભાજી અને તેના ફાયદાઓ વિશે.

કારેલા

નામ સાંભળીને જ તમને ખબર પડી ગઈ હશે કે કારેલાની કડવાશ એટલી હોય છે કે તેમાં સુગરનું નામોનિશાન હોતું નથી. ઘણા લોકો કારેલાનું શાક ખાતા નથી. પરંતુ ડાયાબીટીસ વાળા લોકો માટે કારેલાનું શાક એક વરદાન રૂપ સાબિત થાય છે. કેમકે કારેલાની કડવાશ તમારા શરીરમાં રહેલ શુગરને ઘટાડે છે અને તેનું નિયત પ્રમાણ જાળવી રાખે છે. આથી કારેલું એક ઉત્તમ સુગર ફ્રી શાકભાજી છે જે ખાવાથી તમને ડાયાબિટીસ તો ઠીક પરંતુ અન્ય ઘણા રોગોમાં પણ ફાયદો થાય છે.

ભીંડા

ભીંડા એ કુદરતી રીતે જ ફાઇબરનો ખૂબ મોટો સ્ત્રોત છે. ભીંડા ખાવાથી તમારા શરીરની મેટાબોલિઝમ સિસ્ટમ સુધરે છે. અને તમારી પાચનશક્તિ વધે છે. આથી તમે ખાધેલા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં ઈન્સ્યુલીન ઉત્પન્ન થાય છે જેને કારણે તમારા શરીરમાં સુગરનું પ્રમાણ જળવાઈ રહે છે. આથી પણ એક ખૂબ જ સારું ફ્રી શાકભાજી છે.

ટમેટા

ટામેટામાં વિટામિન કે અને સી ભરપૂર માત્રામાં હોય છે. જે તમારા શરીરના હાડકા મજબૂત કરે છે અને સાથે સાથે તમારી ત્વચાને પણ ખૂબ ફાયદો પહોંચાડે છે. ટમેટામાં શુગરની માત્રા શૂન્ય હોય છે અને તે ખૂબ જ લો ફેટ ખોરાક છે. આથી ડાયાબીટીશના દર્દીઓ માટે એક ઉત્તમ આહાર ગણી શકાય છે.

કોબીજ

કોબીજ ની અંદર સુગર ખૂબ જ નહિવત માત્રામાં મળી આવે છે. આ ઉપરાંત તે એકદમ લો-ફેટ ખોરાક છે. કોબીજ ની અંદર રહેલા અનેક પ્રકારના વિટામિન્સ તથા પ્રોટીન અને ફાઇબર હોય છે. જે તમારા શરીરની પેટ સંબંધી દરેક સમસ્યાઓને ઠીક કરે છે. જેને કારણે તમને કબજિયાત કે પેટના ગેસ માંથી રાહત મળે છે. આથી ડાયાબીટીશના દર્દીઓ કે જે પેટની સમસ્યાથી પીડાતા હોય તેવા લોકો માટે કોબીજ નું કાચું ખૂબ જ ગુણકારી સાબિત થાય છે.

બીટ

બીટનો લાલચટક રંગ જોતા જ તેને ખાવાનું મન થઈ જાય છે. બીટ ની અંદર રહેલા દ્રવ્યો તમારા શરીરમાં હિમોગ્લોબીનની માત્રા પૂરી કરે છે. જેથી શરીરમાં નવું લોહી બને છે. આથી શરીરમાં વધી રહેલી સુગરને તે કંટ્રોલમાં રાખે છે આ ઉપરાંત બીટમાં પોતાનામાં પણ સુગર હોતી નથી જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ એક ઉત્તમ ખોરાક છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *