જાણો ભગવાન દત્તાત્રેયના શા માટે ત્રિદેવ સ્વરૂપ કહેવામાં આવે છે?

હિન્દુ માન્યતાઓે અનુસાર દત્તાત્રેયે પારદથી વ્યોમયાન ઉડ્ડયન શક્તિની શોધ કરી અને ચિકિત્સા શાસ્ત્રોમા ક્રાંતિકારી અન્વેષણ કર્યુ હતુ. હિન્દુ ધર્મના ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પ્રચલિત વિચારધારા વિલય માટે ભગવાન દત્તાત્રેયે જન્મ લીધો તેથી તેમને ત્રિદેવનુ સ્વરૃપ કહેવામા આવે છે. દત્તાત્રેયને શૈવપંથી શિવનો અવતાર અને વૈષ્ણવપંથી વિષ્ણુનો અવતાર માને છે. દત્તાત્રેયને નાથ સંપ્રદાયના નવનાથ પરંપરાના અગ્રેસર માનવામા આવે છે.

 તેમના મુખ્ય ત્રણ શિષ્યો હતા અને તે ત્રણેય રાજાઓ હતા. બે યોદ્ધા જાતિના હતા અને એક અસુર જાતિના હતા. તેમના શિષ્યમા ભગવાન પરશુરામનુ પણ નામ છે. ત્રણ સંપ્રદાય વૈષ્ણવ, શૈવ અને શાક્તના સંગમ સ્થળના રૃપમાં ભારતીય રાજય ત્રિપુરામા તેમને શિક્ષા દિક્ષા આપવામા આવી હતી. આ ત્રિવેણીના પ્રતિક સ્વરૃપે તેમના ત્રણ મુખ દર્શાવામા આવે છે પરંતુ હકીકતમા તેમને ત્રણ મુખ ન હતા. માન્યતા અનુસાર દત્તાત્રેયે પરશુરામજીને શ્રી વિદ્યા મંત્ર પ્રદાન કર્યા. એવી માન્યતા છે કે શિવપુત્ર કાર્તિકેયને દત્તાત્રેયે અનેક વિદ્યા શીખવાડી હતી. ભક્ત પ્રહલાદને અનાશક્તિ યોગનો ઉપદેશ આપીને તેને શ્રેષ્ઠ રાજા બનાવનો શ્રેય દત્તાત્રેયને જાય છે. મુનિ સાંકૃતિને અવધૂત માર્ગ, કાર્તવીયર્જુનને તંત્ર વિદ્યા અને નાગાર્જુનને રસાયણ વિદ્યા તેમની કૃપાથી પ્રાપ્ત થઇ હતી.ગુરુ ગોરખનાથને આસન, પ્રાણાયામ,મુદ્રા અને સમાધિ-ચતુરંગ યોગનો માર્ગ ભગવાન દત્તાત્રેયની ભક્તિને પ્રાપ્ત થાય છે.

ભગવાન દત્તાત્રેયે તેમના જીવનમા અનેક લોકો પાસેથી શિક્ષા મેળવી છે.દત્તાત્રેયે અન્ય પશુઓના જીવન અને તેમના કાર્યકલાપોમાંથી પણ શિક્ષા ગ્રહણ કરી છે. દત્તાત્રેયની કહે છે કે મને જે પ્રાણીઓ અને લોકો પાસેથી શિક્ષા મળી તેમને હું મારા ગુરુ માનુ છું. આ પ્રકારે મારા 24 ગુરુ છે.પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્રમા, કપોત, અજગર, સિંધુ, પતંગ, ભ્રમર, મધમાખી, હાથી, હરણ, માછલી, કુરરપક્ષી, પિગંલા, બાળક, કુંવારી, સાપ, શરકૃત, મરધી અને માંકડ. બ્રહ્માજીના માનસપુત્ર મહર્ષિ તેમના પિતા અને ઋષિની ક્ધયા સતી અનસૂયા તેમની માતા હતા.પુરાણો અનુસાર તેમના ત્રણ મુખ, છ હાથવાળા ત્રિદેવમયસ્વરૃપ છે. દત્તાત્રેય ભગવાનના ફોટામા તેમની પાછળ એક ગાય અને આગળ ચાર કૂતરા હોય છે. ઔદુબંર વૃક્ષ નજીક તેમનો નિવાસ બતાવવામાં આવ્યો છે.

દત્તાત્રેયના નામે બે ગ્રંથ છે અવતાર ચરિત્ર અને ગુરુચરિત્ર જેને વેદતુલ્ય માનવામા આવે છે. માગશર મહિનામા દત્તાત્રેયના ભક્તો આ ગ્રંથોના પાઠ કરે છે. બાવન અધ્યાયમાં કુલ 7491 પંકતિઓે છે. તેમા શ્રીપાદ, શ્રી વલ્લભ અને શ્રી નરસિંહ સરસ્વતીની અદ્ધુત લીલાઓે અને ચમત્કારોનુ વર્ણન છે. દત્ત પાદુકા : એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય કાશીમા નિત્ય પ્રાત: કાશીમાં ગંગાજીમા સ્નાન કરતા હતા. આ કારણે કાશીના મણિકર્ણિકા ઘાટની દત્ત પાદુકા દત્ત ભક્તો માટે પૂજનીય સ્થાન છે. આ સિવાય મુખ્ય પાદુકા સ્થાન કર્ણાટક બેલગામમાં સ્થિત છે. દેશમા ભગવાન દત્તાત્રેયને ગુરુના રૃપમા માનવામા આવે છે અને તેમની પાદુકાઓને નમન કરવામા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *