દરરોજ સવારે ખાવ એક વાટકી ફણગાવેલા મગ, ક્યારેય નહીં થાય આ બીમારીઓ.

ફણગાવેલા કઠોળ આપણને અનેક રીતે ઉપયોગી થાય છે. ફણગાવેલા કઠોળ ની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે શરીરને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જે લોકોમાં પ્રોટીનની કમી સર્જાતી હોય તે લોકો માટે ફણગાવેલા કઠોળ એ પ્રોટીનનો ખૂબ મોટો સ્ત્રોત છે. ઘણા લોકો પોતાના શરીર સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે સવારમાં ફણગાવેલા કઠોળનો નાસ્તો કરે છે. દરેક ફણગાવેલા કઠોળ ખૂબ જ ફાયદાકારક છે. અને તેમાં પણ જો ફણગાવેલા મગ ની વાત કરીએ તો તે આપણા શરીર માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે.

આખો દિવસ મગને પલાળી રાખી સાંજે એક પોટલીમાં બાંધી દેવામાં આવે છે. જેને કારણે સવારમાં આમ અંકુરિત થઈ જાય છે જેને આપણે ફણગાવેલા મગ કહીએ છીએ શાકાહારી લોકો માટે ફણગાવેલા મગ એ પ્રોટીનનો એક અમુલ સ્ત્રોત છે. ફણગાવેલા મગ ની અંદર રહેલા પોષક તત્વો આપણા શરીરને જરૂરી એવા દરેક તત્ત્વોની પૂર્તિ કરે છે. જો દરરોજ સવારે ફણગાવેલા મગનો નાસ્તો કરવામાં આવે તો તમને નીચે બતાવેલી બીમારીઓમાંથી છુટકારો મળે છે.

1. ફણગાવેલા મગ ખાવાના કારણે તમારા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ વધે છે જેને કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આથી ચેપી વાયરસ ના કારણે ફેલાતા રોગો માંથી તમે બચી શકો છો. આ ઉપરાંત તમારી રોગપ્રતિકારક શક્તિ વધવાના કારણે તમે વારેવારે બીમાર પડતા નથી અને કાયમી માટે સ્વસ્થ રહી શકો છો.

2. સવારમાં ખાલી પેટે ફણગાવેલા મગનો નાસ્તો કરવાના કારણે શરીરમાં જમા થયેલ વધારાનો કચરો આસાનીથી દૂર થાય છે. આ ઉપરાંત તમારી પાચનશક્તિ પણ મજબૂત થાય છે. જેને કારણે તમને પેટના દર્દોમાંથી રાહત મળે છે.

3. મગ ગુણમાં ભારે હોય છે પરંતુ તે પચવામાં ખૂબ જ હળવા હોય છે આથી સવારમાં જો મગનો નાસ્તો કરવામાં આવે તો તે તમારા શરીરની વધારાની ચરબીને દૂર કરે છે તથા વજન ઘટાડવા માટે ડાયટ કરતા લોકોને તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

4. ફણગાવેલા મગ આપણને ડાયાબિટીસમાં પણ રાહત આપે છે. તે શરીરમાં સુગરનું લેવલ જાળવી રાખે છે જેને કારણે ડાયાબિટીસના દર્દીઓને હાઈ બ્લડ શુગરમાં થી રાહત મળે છે.

5. ફણગાવેલા મગ માં પ્રોટીન તથા અન્ય વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. જે નાના બાળકોના વિકાસ માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આથી જો નાના બાળકોને રોજ સવારે ફણગાવેલા મગ ખવડાવવામાં આવે તો તેનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ સારો થાય છે.

આમ જો રોજ સવારે નિયમિત રીતે ફણગાવેલા મગ નું સેવન કરવામાં આવે તો તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *