સામાન્ય રીતે લોકો ભગવાનની પૂજા-અર્ચના કરીને ભગવાન પાસેથી પોતાની ઈચ્છિત ફળ માંગતા હોય છે લોકો પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા માટે ભગવાનની પૂજા ભક્તિ કરતા હોય છે અને ગમે તેમ કરીને ભગવાનને ખુશ કરીને પોતાના ઇચ્છિત વરદાન મેળવતા હોય છે.
પરંતુ ઘણી વખત આપણે પૂજાપાઠ કરતી વખતે પૂજા-પાઠથી જોડાયેલી નાની-નાની વસ્તુઓનું ધ્યાન રાખતા નથી અને આથી જ પૂજાપાઠ કરવા છતાં પણ આપણી દરેક મનોકામનાઓ પૂર્ણ થતી નથી અને આપણી મનોકામનાઓ અધૂરી જ રહી જાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે પૂજા-પાઠ કરતી વખતે કઈ ભૂલના કારણે નથી થતી આપણી મનોકામનાઓ પૂર્ણ.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર ની અંદર મંદિર માટેની સૌથી સારી દિશા છે ઉત્તર પૂર્વ અને ઉત્તર પૂર્વ નો ખુણો ક્યારેય પણ દક્ષિણ દિશાની અંદર ઘરમાં મંદિર ન રાખવું જોઈએ કેમકે દક્ષિણ દિશાની અંદર મંદિર રાખીને પૂજા-પાઠ કરવાથી તમારી કોઈપણ મનોકામનાઓ પૂર્ણ થતી નથી.
- સામાન્ય રીતે મંદિરની અંદર હંમેશા બેઠી સ્થિતિમાં હોય તેવા ભગવાનની મૂર્તિ જ રાખવી મંદિરમાં ક્યારેય ઊભી સ્થિતિમાં હોય તેવા દેવી દેવતાઓની તસવીરો રાખવી નહીં.
- ઘણા લોકો પોતાના રસોડાની અંદર મંદિરની સ્થાપના કરતાં હોય છે પરંતુ આ વસ્તુ વાસ્તુશાસ્ત્રના નિયમ વિરુદ્ધ છે આથી ક્યારેય પણ ભૂલથી પણ રસોડાની અંદર મંદિરની સ્થાપના ન કરવી જોઈએ.
- ઘણા લોકો ઘરમાં જગ્યાની અછતના કારણે પોતાના સીડીઓની નીચે મંદિર બનાવી લે છે પરંતુ વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર સીડીઓની નીચે કોઈપણ જગ્યાએ ક્યારેય પણ મંદિર ન બનવું જોઈએ આમ કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થતી નથી.
- હંમેશા એક વાતનું ધ્યાન રાખવું કે મંદિરની આસપાસ કોઈપણ જગ્યાએ બાથરૂમ અથવા ટોયલેટ ન હોવું જોઈએ. જો તમારા મંદિરની આસપાસ બાથરૂમ કે ટોયલેટ હોય તો તુરત જ તમારા મંદિરને બીજી જગ્યાએ રાખી દો કેમ કે આમ કરવાથી તમારી પ્રાર્થના ભગવાન સુધી પહોંચતી નથી.
- ક્યારે પણ ઘરમાં આવેલા મંદિરની ઉપર અથવા તો આસપાસ વધારાની વસ્તુ ન રાખવી જોઇએ અને મંદિરની કાયમી માટે સાફ-સફાઈ રાખવી જોઈએ કેમકે મંદિરની આજુબાજુ રહેલી વધારાની વસ્તુ તમારા ઘરમાં નેગેટિવ ઉર્જાનો વાસ કરે છે.
- મંદિરમાં ક્યારેય પણ વધુ વજનવાળી અને મોટી મૂર્તિઓ ન રાખવી જોઇએ અને ખાસ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે મંદિરની અંદર ક્યારેય પણ તૂટેલી અથવા તો ખંડિત થયેલી ભગવાનની મૂર્તિ ન રાખવી જોઈએ આમ કરવાથી તમને વાસ્તુદોષ લાગી શકે છે અને તમારી કોઈપણ મનોકામનાઓ પૂર્ણ થતી નથી.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.