પહેલાના જમાનામાં દહી એ લોકોના ખોરાકમાં એક મુખ્ય અંગ હતું. લોકો દરરોજ દૂધ અને તેમાંથી બનેલી વસ્તુઓ ખાતા હતા. પરંતુ આજના જમાનામાં લોકો દહીં ખાવાનું ઓછું પસંદ કરે છે. પરંતુ એ લોકોને ખબર નથી કે દરરોજ એક વાટકી દહીં ખાવાથી તમારા સ્વાસ્થ્યને થઈ શકે છે અનેક રીતે ફાયદો.
દૂધમાંથી મેળવીને બનાવવામાં આવેલા દહીંમાં અને પ્રકારના વિટામિન્સ, પ્રોટીન અને કેલ્શિયમ હોય છે, જે તમારા શરીરને કાયમી માટે સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદ રૂપ થાય છે. દહીની અંદર રહેલ એસિડ તમારા પેટ સંબંધિત દરેક બીમારીઓને કરે છે દૂર. એની અંદર રહેલા મિનરલ્સ તમારા પાચનતંત્રને મજબૂત કરે છે.
દરરોજની એક વાટકી દહીં ખાવાથી તમે અનેક પ્રકારની સમસ્યાઓમાંથી બચી શકો છો. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ દહી ખાવાના અમુક એવા ફાયદા જે જાણીને તમે પણ ખાતા થઈ જશો દહી એક છે.
વધતુ વજન
દરરોજનું એક વાટકી દહીં ખાવાથી તમારા પેટ સંબંધી દરેક સમસ્યાઓ દૂર થાય છે જેના કારણે તમારું મોટાબોલિઝમ સીસ્ટમ વધે છે આથી તમે ખાધેલો ખોરાક ખૂબ આસાનીથી પચી જાય છે. જેને કારણે તમને કબજિયાતની બીમારીમાંથી રાહત મળે છે. આથી તમારા શરીરની વધારાની ચરબી દૂર થાય છે અને તમારા વધતા વજનની સમસ્યા દૂર થાય છે.
ત્વચા માટે
દહી પોતે એસિડ ધરાવે છે તથા તે વિટામીન-સી નો ભરપૂર સ્ત્રોત છે. જે તમારી ત્વચાને નિખારવા માટે ખૂબ જ ઉપયોગી છે. આથી નિયમિતરૂપે દહીનું સેવન કરવાના કારણે તમે ત્વચા સંબંધી અનેક બીમારીઓ માંથી છુટકારો મેળવી શકો છો. આ ઉપરાંત તે ખૂબ સરસ એન્ટીઓક્સીડંટ છે. આથી તમારા શરીર પરની કરચલીઓ પણ દૂર કરે છે. આમ દરરોજ એક વાટકી દહીં ખાવાથી તમારી ત્વચા સંબંધી અનેક સમસ્યાઓમાંથી રાહત મળે છે.
હાર્ટ એટેકમાં
દહી ખાવાના કારણે શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર થાય છે જેને કારણે શરીરમાં જમા થયેલ ખરાબ કોલેસ્ટ્રોલ પણ દૂર થાય છે. આથી આ કોલેસ્ટ્રોલ ને કારણે જો તમારી કોઈ નળી બ્લોક થઈ હશે તો તે પણ ખુલી જશે જેને કારણે લોકો હાર્ટ અટેકની બીમારી માંથી બચી શકે છે.
આમ ખુબ સામાન્ય લાગતા આ ઉપચારથી એટલે કે દરરોજની એક વાટકી દહીં ખાવાથી તમે તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો. આ ઉપરાંત તમારી ત્વચા સંબંધી અનેક બીમારીઓ તથા હાર્ટ એટેક માંથી પણ મુક્તિ મેળવી શકો છો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.