દરરોજ કરો માત્ર આ એક મંત્રનો જાપ, જીવનના દરેક દુ:ખના દિવસોનો થશે અંત….

ભગવાન વિષ્ણુના ૮ માં અવતાર એવા ભગવાન શ્રી કૃષ્ણનો ઉલ્લેખ ભારતના દરેક શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. ભગવાનના નાનપણ ના પરાક્રમો અને તેમના તોફાનોની વાતો હિંદૂ શાસ્ત્રમાં આલેખાયા છે. આ તમામ શાસ્ત્રોમાં શ્રીમદભાગવતને સૌથી વધુ ચોક્કસ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધર્મમાં જણાવ્યાનુસાર,શ્રીમદભાગવતનું પઠન કરવાથી પાપનો નાશ થાય છે. જો કે, હાલના સમયમાં કોઇ વ્યક્તિ પાસે સમગ્ર ભાગવત વાંચવાનો સમય કોઇની પાસે નથી.

ઉજ્જૈનના એક ખુબ મોટા વિદ્વાને પોતાના અભયાસ પરથી જ્યોતિષાચાર્યે જણાવ્યું હતું કે, જે વ્યક્તિ ભાગવદનો પાઠ દરરોજ કરે છે. તેમને જીવનમાં દરેક ક્ષેત્રે સફળતા મળે છે અને જો કોઇ વ્યક્તિ પાસે સંપુર્ણ ભાગવદનો પાઠ કરવાની અનુકૂળતા ના હોય તો માત્ર એક મંત્રનો પાઠ કરવાથી સમગ્ર ભાગવદનું ફળ પ્રાપ્ત થાય છે. આ મંત્ર નીચે મુજબ આપવામાં આવેલ છે.

मंत्र

आदौ देवकी देव गर्भजननं, गोपी गृहे वद्र्धनम्।

माया पूज निकासु ताप हरणं गौवद्र्धनोधरणम्।।

कंसच्छेदनं कौरवादिहननं, कुंतीसुपाजालनम्।

एतद् श्रीमद्भागवतम् पुराण कथितं श्रीकृष्ण लीलामृतम्।।

अच्युतं केशवं रामनारायणं कृष्ण:दामोदरं वासुदेवं हरे।

श्रीधरं माधवं गोपिकावल्लभं जानकी नायकं रामचन्द्रं भजे।।

આ મંત્રને સિદ્ધ કરવાની સંપુર્ણ વિધી નીચે મુજબ છે…

આ મંત્રને સિદ્ધ કરવા માટે સૌથી પહેલા સવારે વહેલા ઉઠીને સ્નાન કરી ચોખ્ખા વસ્ત્રો ધારણ કરીને કૃષ્ણની પૂજા કરવી જોઇએ. ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણની એક તસવીરને સન્મુખ રાખીને હાથમાં તુલસીની માળા રાખીને ઉપર જણાવેલ મંત્રનો જાપ હ્રદયના ભાવ સાથે કરવો જોઇએ. દરરોજ આ મંત્રનો જાપ 5 વખત કરવાથી સમગ્ર ભાગવદનું ફળ પ્રાપ્ત થાય છે.

આ મંત્રને સિદ્ધ કરવા માટે એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે, દરરોજ એક જ સમયે,એક જ સ્થળ પર બેસીને ભગવાન શ્રી કૃષ્ણના આ મંત્રનો જાપ કરવો જોઇએ. આ મંત્રનો સાચા હ્રદયે જાપ કરવાથી સમગ્ર ભાગવદનું પઠન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *