આપણા પ્રાચીન જ્યોતિષશાસ્ત્રોની અંદર સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આમ કુલ નવ ગ્રહો વિશે બતાવવામાં આવ્યું છે। આ નવ ગ્રહની તમારા કુંડળી ની અંદર રહેલી શુભ અને અશુભ છે એના કારણે તમારા જીવનની અંદર ચડાવ-ઉતાર આવતા રહે છે. કેમકે આ નવે નવ ગ્રહોની અસર તમારા જીવન પર પડતી રહે છે. જો આ ગ્રહોની સ્થિતિ સારી હોય તો તમારા જીવનની અંદર સતત ને સતત આવતા રહે છે.
પરંતુ જો આ ગ્રહોની દશા તમારી કુંડળીની અંદર ખરાબ જગ્યાએ હોય તો તેના પ્રભાવના કારણે તમારા જીવનની અંદર અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી રહે છે. તેના ખરાબ પરિણામો ના કારણે તમારા જીવનની અંદર કાયમી માટે દુઃખ વેઠવું પડે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર ની અંદર જો ગ્રહોની આ સ્થિતિ ખરાબ હોય તો તેને સુધારવા માટે પણ અમુક ઉપાયો બતાવવામાં આવ્યા છે. જે કરવાના કારણે આ ગ્રહની પીડા હોય તો તે પણ થશે દૂર આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ દરેક ગ્રહોની પીડા દૂર કરવા માટે ના ઉપાય.
સૂર્ય માટે :-
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ને કારણે કોઈ પણ પ્રકારનો દોષ હોય તો તે રવિવારના દિવસે શિવલિંગ પર પીળા કલરના ફૂલ ચઢાવવા જોઈએ તથા ગોળનું દાન કરવું જોઈએ.
મંગળ ગ્રહ માટે :-
તમારી કુંડળીમાં રહેલા મંગળ દોષને દૂર કરવા માટે મંગળવારના દિવસે શિવલિંગ પર કુમકુમનો ચાંદલો તથા અબીલ-ગુલાલ ચડાવવાના કારણે તમારી દરેક પરેશાનીઓ દૂર થાય છે. આ ઉપરાંત તમે મસૂરની દાળ પણ ચલાવી શકો છો.
ગુરુ ગ્રહ માટે :-
કુંડળીની અંદરથી ગુરૂના દોષ દૂર કરવા માટે ગુરૂવારના દિવસે શિવલિંગ પર ચણાની દાળ અથવા તો ચણા ના લોટ ના લાડવા અર્પણ કરવા જોઈએ તથા હળદરનું દાન કરવું જોઈએ.
ચંદ્ર માટે :-
ચંદ્ર ને લગતા દોષ દૂર કરવા માટે સોમવારે શિવલિંગ પર દૂધ ચડાવવાના કારણે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.
બુધ માટે :-
તમારી કુંડળીમાં થી બુધ ગ્રહના દોષ દૂર કરવા માટે બુધવારના દિવસે શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાં જોઈએ આમ કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત તમે બુધવારના દિવસે લીલા મગનું દાન પણ કરી શકો છો.
શુક્ર માટે :-
શુક્રના દોષો દૂર કરવા માટે શુક્રવારના દિવસે શિવલિંગ પર દૂધ ચઢાવવું જોઈએ તથા દૂધનું દાન કરવું જોઈએ આમ કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
શનિ રાહુ અને કેતુ માટે :-
શનિ રાહુ અને કેતુ ને લગતા દરેક દોષોને દૂર કરવા માટે શનિવારના દિવસે શિવલિંગ પર કાળાતલ ચઢાવવા જોઈએ આમ કરવાથી તમારા દરેક વસ્તુ દૂર થાય છે તથા તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.