જો શાક અથવા દાળમા મીઠુ વધુ પડી જાય તો બટાકાને છીણીને તેમા નાખી દો ખારાશ ઓછી થાય જાશે.
ભોજનમાં મીઠુ ન હોય તો ભોજનનો સ્વાદ આવતો જ નથી. એટલે કે ભોજનમા મીઠુ ખૂબ અગત્યનુ છે, પરંતુ મીઠાની યોગ્ય માત્રા હોવી એ પણ જરૂરી છે. ક્યારેક-ક્યારેક ભોજન બનાવતી વખતે દાળ અથવા તો શાકમા મીઠુ વધુ પડી જાય તો ભોજનનો સ્વાદ ખતમ થઈ જતો હોય છે. એવામાં ઘણા લોકો તો ભોજન જ અધૂરુ છોડી દે છે, પછી બીજુ શાક બનાવવુ પડે છે.
તો શાક અથવા તો દાળ ની ખારાશ ઓછી કરવી હોય તો અહી બતાવેલા ઘરેલુ ઉપાયો તમને કામ આવી શકે છે.
– લીંબુનો રસ
દાળમા મીઠુ વધુ પડી જાય તો લીંબુનો રસ ઉમેરી દો. તેનાથી પણ ઘણા અંશે ખારાશ ઓછી થઈ જાય છે.
– બટાકા
શાક અથવા દાળમા જો મીઠુ વધુ પડી જાય તો બટાકાને છીણીને ઉમેરી દો. તેને થોડી વાર બટાકાના શાકમા જ રહેવા દો. પછી બહાર કાઢી લો. તેનાથી મહાદ અંશે ખારાશ ઓછી થઈ શકે છે.
– દહીં
ખારાશ ઓછી કરવા માટે શાકમા થોડુ દહીં પણ ઉમેરી શકાય છે. જેનાથી પણ ખારાશ ઓછી થાય જાશે.
– બ્રેડ
જો તમે ઈચ્છો તો ખારાશ દૂર કરવા માટે બ્રેડનો ઉપયોગ પણ કરી શકો છો. ખારા શાકમા એક કે બે બ્રેડ ઉમેરી દો. થોડી વાર પછી બ્રેડ બાર કાઢી લો, તેનાથી પણ ખારાશ મહાદ અંશે ઓછી થઈ શકે છે
– લોટ
જો શાકમા મીઠુ વધુ પડી ગયુ હોય તો શાકમા લોટ ઉમેરી દો. તેનાથી પણ ખારાશ ઓછી થઈ જાય છે.