સામાન્ય રીતે મોટેભાગે દરેક લોકોના ઘરમાં ખીચડી તો બનતી જ હોય છે ચોખાની અટકી અને મગદાળ માંથી બનેલી ખીચડી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સાથે સાથે પચવામાં પણ ખુબ જ હળવી હોય છે અને આથી જ લોકો મોટે ભાગે સાંજે ખીચડી જમતા હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એકદમ નવા જો અંદાજની દહી વાળી ખીચડી તો ચાલો જાણીએ તેની રેસિપી.
સામગ્રી :-
- 1 કપ દહીં
- બે ચમચી મગદાળ
- 1 કપ ચોખા
- અડધી ચમચી હળદર
- સ્વાદ અનુસાર મીઠું
- એક ચમચી લીલા સમારેલા મરચા
- એક ચમચી ઘી
- ૧ ચમચી આખું જીરૂ
- 8 લીમડાના પાન
- ૧ કપ ઝીણા સમારેલ ડુંગળી
- ૧ ઝીણી સમારેલ ટામેટા
- એક ચમચી ધાણાજીરું પાઉડર
- બે ચમચી સાકર
- એક લીંબુનો રસ
બનાવવાની રીત :-
- સૌપ્રથમ મગ દાળ અને ચોખાને પાણીથી બરાબર ધોઈ લઈ તેનું બધું જ પાણી નિતારી લો.
- ત્યારબાદ એક કુકર ની અંદર ચોખા મગ ની દાળ, હળદર, સ્વાદ અનુસાર મીઠું અને અંદાજે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- ત્યારબાદ અંદાજે ત્રણ સીટી વાગે ત્યાં સુધી આ ખીચડી ને પાકવા દો.
- હવે એક બાઉલમાં દહીં લઈ તેની અંદર લીલા મરચાની પેસ્ટ અને અડધો કપ જેટલું પાણી ઉમેરી બરાબર હલાવી લો.
- ત્યારબાદ તેની અંદર આપણે કુકરમાં બનાવેલી ખીચડી ઉમેરી બરાબર હલાવી લો.
- હવે એક નોનસ્ટીક પેનમાં થોડું ઘી ગરમ કરવા મુકો ત્યારબાદ તેની અંદર જીરું અને લીમડાના પાનનો વઘાર કરો.
- હવે તેની અંદર દહી અને ખીચડીના મિશ્રણને ઉમેરી તેમાં સ્વાદ અનુસાર મીઠું ધાણાજીરું પાવડર અને અન્ય મસાલો મિક્સ કરી અંદાજે ૨ થી ૩ મિનિટ સુધી પાકવા દો.
- ત્યારબાદ તેની અંદર ડુંગળી અને ટામેટાની પેસ્ટ ઉમેરી બરાબર હલાવી લો અને અંદાજે એક મિનીટ સુધી પાકવા દો.
- બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને નવી સ્ટાઇલ નહી દહી વાળી ખીચડી.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.