આપણે અવારનવાર કહીએ છીએ કે ચોમાસાની ઋતુ ની અંદર લોકોને ચટપટું ખાવાનું મન ખૂબ જ થાય છે. આ માટે લોકો ચોમાસાની ઋતુમાં વારંવાર ભજીયા કે દાળવડા બનાવતા રહે છે. સામાન્ય રીતે આપણે ત્યાં અલગ અલગ પ્રકારની દાળને પલાળીને તેમાંથી દાળ વડા બનાવવામાં આવે છે. જેને આપણે ખજૂર-આમલીની ચટણી સાથે ખૂબ સ્વાદ લઈને ખાઈએ છીએ. આ ઉપરાંત આ દાળવડા ને ચા સાથે પણ ખાઈ શકાય છે.
પરંતુ જો આ જ દાળવડા તમારા માટે સ્વાસ્થ્યપ્રદ બની જાય તો કેવું રહે? જી હા, મિત્રો આજે અમે આપના માટે લાવી રહ્યા છીએ એક એવી રેસિપી કે જે તમારા મોઢાના ચટકારાને તો પૂર્ણ કરશે જ પરંતુ સાથે સાથે તમારા શરીરને સ્વાસ્થ્યપ્રદ પણ સાબિત થશે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ફણગાવેલા મગ માંથી બનતા દાળવડા તો ચાલો જાણીએ શું છે તેની રેસિપી.
સામગ્રી:-
- એક બાઉલ ફણગાવેલા મગ
- એક આદુનો ટુકડો
- ૧૦ નંગ મરચા
- 10થી 12 લસણની કળીઓ
- અડધી ચમચી ઝીણી સમારેલી ડુંગળી
- સ્વાદાનુસાર મીઠું
- તળવા માટે તેલ
બનાવવાની રીત:-
ફણગાવેલા મગ માંથી દાળ વડા બનાવવા માટે સૌપ્રથમ મગને આગલે દિવસે પલાળી દો. જેને કારણે તે સવારમાં બરાબર પલળી જાય અને તેના કોટા ફૂટી નીકળે.
હવે આ ફણગાવેલા મગને એક મિક્સર ની અંદર થોડા અધકચરા થાય ત્યાં સુધી તેને પીસી લો. ખાસ ધ્યાન રાખવું કે મગના એકદમ ઝીણો બારીક પાઉડર ન થઈ જાય. કેમ કે આમ થવાથી તમારા દાળવડા એકદમ છુટા નહીં બને.
હવે આ મિશ્રણ ની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી તેની અંદર આદુ, મરચાં, હિંગ અને લસણ ને એકદમ વાટીને ઉમેરી દો.
હવે આ બધી વસ્તુને એકબીજા સાથે બરાબર ભેળવી દો. ત્યારબાદ આપણે જે રીતે સાદા દાળવડા કરીએ છીએ તે જ રીતે દાળવડા નું ખીરું તૈયાર કરો.
હવે આ ખિરાની અંદર ફણગાવેલા મગ અને બીજા મસાલા ભેળવેલું એ મિશ્રણ છે એ ઉમેરી અને બરાબર હલાવી લો.
ત્યારબાદ એક પેન ની અંદર તેલ ગરમ કરવા મુકો અને તેલ જ્યારે બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર વડાને તરવા માટે મૂકી દો.
જ્યારે વડા પાકીને એકદમ બ્રાઉન રંગના થઈ જાય ત્યાં સુધી તેને પાકવા દો. અહીં તેલની અંદર તેને થોડી થોડી વારે હલાવતા રહેવું પરંતુ ખાસ ધ્યાન રાખવું કે વધુ હોવાના કારણે તમારા વાળા એકબીજાથી છૂટા પડી ન જાય.
જ્યારે વડા બરાબર તળાઈ જાય ત્યારે તેને એક ડીશમાં કાઢી લો અને ગરમાગરમ સર્વ કરો. બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ફણગાવેલા મગ માંથી બનાવેલા દાળવડા. જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ છે જ પરંતુ સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.