ચોમાસાની સિઝનમાં ઠેરઠેર ગંદા પાણી ભરાવાના કારણે અનેક પ્રકારની બીમારીઓ ફેલાય છે. ચોમાસામાં જો સૌથી વધુ કોઈ બીમારી હોય તો, તે છે શરદી અને ઉધરસ મોટાભાગના લોકો ચોમાસાની સિઝનમાં ખરાબ આબોહવા અને ખરાબ પાણીના કારણે શરદી અને ઉધરસના શિકાર બને છે. આ માટે તેઓ જાતજાતની દવાઓ અને ઉપાયો કરે છે. પરંતુ આ એલોપેથી દવા ખાવાના કારણે તેના શરીરને નુકસાન થઇ શકે છે. પરંતુ અમે આજે આપના માટે લાવી રહ્યા છીએ અમુક એવા ઘરેલુ ઉપચાર કે, જે કરવાથી તમે પણ બચી શકો છો ચોમાસાની સિઝનમાં થનારા આ શરદી અને ઉધરસથી.
ચોમાસાની સિઝનમાં જો વરાળ લેવામાં આવે તો તે શરદી-ઉધરસ તથા અન્ય બીમારીઓમાં રામબાણ ઇલાજ સાબિત થઈ શકે છે કેમકે, વરાળ લેવાના કારણે શરીરની અંદર ઉત્પન્ન થતા બેક્ટેરિયાઓ તથા જીવાણુઓ નાશ પામે છે. જેને કારણે તમે આવા ચેપી રોગોથી બચી શકો છો. તો ચાલો જાણીએ ચોમાસાની સિઝનમાં વરાળ લેવાના ફાયદાઓ.
ચોમાસાની ઋતુમાં વરાળ લેવાના કારણે તમારી ત્વચા પરના વધારાનું મેલ દૂર થાય છે. તથા તમારી ત્વચા ના છિદ્રો ખૂલી જાય છે જેને કારણે ત્વચાને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે અને તેની ચમકમાં વધારો થાય છે.
વરાળ લેવાના કારણે તમારા છાતીના ભાગમાં પૂરેપૂરો શેક મળે છે. જેને કારણે છાતીના ભાગમાં ભરાયેલો કફ ઓગળીને બહાર નીકળી જાય છે. આથી કફને કારણે થતી શરદી અને ઉધરસથી રાહત મળે છે.
ઘણા ડોક્ટરો લેવાની સલાહ આપે છે કેમ કે, ચોમાસાની ઋતુમાં લેવાના કારણે ચહેરા પરનો વધારાનો ઓઈલ દૂર થાય છે. અને ચહેરાના છિદ્રો ખુલે છે જેને કારણે તમારા ચહેરામાં નવી ચમક આવે છે.
વરાર લેવાના કારણે ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે તથા તમારી ચહેરાની ત્વચા એકદમ ટાઇટ થઇ જાય છે. આથી ચોમાસાની સિઝનમાં ફક્ત શરદી અને ઉધરસ માટે જ નહીં પરંતુ તમારા ચહેરા ની જાળવણી માટે પણ વરાળ લેવી ખૂબ જ આવશ્યક છે.
વરાળ લેવાના કારણે તમારા શ્વસનતંત્રની અંદર રહેલો બધો જ કચરો નીકળી જાય છે. જેથી તમને શ્વાસને લગતી દરેક બીમારીઓમાંથી જેમ કે, અસ્થમા દમ અને બીપીની બિમારીઓમાંથી રાહત મળે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.