ચોમાસાની સિઝનમાં પીવો આદુવાળી ચા, થશે તમારા સ્વાસ્થ્યને આવા અઢળક ફાયદાઓ..!

ચોમાસાની સિઝનમાં વરસાદમાં પલળ્યા બાદ ગરમા-ગરમ ચા મળી જાય તો તે અમૃત મળ્યા સમાન છે. લોકો વરસાદની મજા માણ્યા બાદ પોતાની ઠંડી ઉડાડવા માટે ચા પીવે છે. આ ઉપરાંત ચા ને ભારતનું રાષ્ટ્રીય પીણું પણ કહી શકીએ છીએ, કેમકે લગભગ કોઈ ભારતીય એવો નહીં હોય કે જેની સવાર ચા વીના પડતી હોય લોકો. અનેક પ્રકારની ચા પીવે છે અને હોશે-હોશે પીવે છે.

આપણે ત્યાં વિવિધ મસાલા વાળી ચા બનાવવામાં આવે છે જેમકે એલચીવાળી ચા , લવિંગ વાળી ચા, ફુદીનાવાળી ચા, તુલસી વાળી ચા અને તજ વળી ચા. પરંતુ આ દરેક ચામાં જો કોઈ સૌથી ઊંચા ગુણ વાળી ચા હોય તો તે છે આદુવાળી ચા. આદુવાળી ચા સ્વાદમાં ખુબ જ સુંદર લાગે છે અને ચોમાસાની સિઝનમાં લગભગ સવાર સવારમાં આદુવાળી ચા જ બનાવવામાં આવે છે. પરંતુ લોકો એ નથી જાણતા કે આદુવાળી ચા તમારા સ્વાદ ને તો વધારે જ છે, પરંતુ તમારા સ્વાસ્થ્યને પણ કરે છે આ ફાયદાઓ. તો ચાલો જાણીએ શું છે આદુવાળી ચા ના ફાયદાઓ?

આદુ તમારા શરીરની જઠરાગ્નિ પ્રજ્વલિત કરે છે. ચોમાસાની સિઝનમાં સામાન્ય રીતે આપણી પાચન શક્તિ ખૂબ નબળી પડી ગઈ હોય છે. આથી અત્યારે સવાર સવારમાં આદુવાળી ચા પીવાના કારણે આદુ માં રહેલા તત્વો તમારા જઠરની અગ્નિને પ્રજ્વલિત કરે છે. જેને કારણે તમારી પાચનશક્તિ વધે છે આથી ચોમાસામાં તમને પેટ સંબંધી અનેક બિમારીઓથી રાહત મળે છે. માટે ચોમાસાની સિઝનમાં ફક્ત વરસાદ પડ્યા બાદ જ નહીં પરંતુ દરરોજ સવારે આદુવાળી ચા પીવાની ટેવ રાખવી.

આદુ પ્રકૃતિમાં ગરમ હોય છે જેને કારણે વરસાદમાં સતત જવાના કારણે જો તમને શરદી કે ઉધરસ થઈ હોય તો તેના માટે આદુવાળી ચા એ સર્વશ્રેષ્ઠ પીણું બની જાય છે. કેમકે આ ચામાં રહેલા તમારા શરીરને કુદરતી ગરમી પહોંચાડે છે. જેને કારણે તમને શરદી કે ઉધરસ જેવી ચેપી બીમારી હોય તો તેમાંથી તમે બચી શકો છો.


આદુ માં રહેલાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ તમારી ત્વચાને અનેક પ્રકારના ઇન્ફેક્શનથી બચાવે છે દરરોજ સવારે આદુવાળી ચા પીવાના કારણે તમને ચામડીને લગતા રોગોની બીમારીમાંથી રાહત મળે છે.

આદુ માં રહેલો રસ તમારા બ્લડ સર્ક્યુલેશનને વધારવામાં ખૂબ જ મદદ કરે છે. આથી તમારા શરીરમાં જો કોઈ નળીઓ બ્લોક હોય તો તે પણ આ બ્લડ સર્ક્યુલેશનને કારણે ખુલી જાય છે.

તમારી નાની નાની બ્લોક થયેલી નળીઓ ખુલી જવાના કારણે, તમને હાઈ બીપી તથા હાર્ટ એટેક આવવાની શકયતા ઘટી જાય છે. આમ દરરોજ સવારે આદુવાળી ચા પીવાના કારણે તમારા સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. આ ઉપરાંત તમે આવી ગંભીર બીમારીઓથી પણ બચી શકો છો.

જો કોઈ વ્યક્તિને વારંવાર ઊબકા આવતા હોય અથવા તો ખાટા ઓડકાર આવતા હોય તો તેના માટે આદુવાળી ચા સર્વશ્રેષ્ઠ ઉપાય છે. આદુ વાળી ચા પીવાના કારણે જો તમને ઉબકા આવતા હોય તો તે તરત જ બંધ થઈ જાય છે. ઘણા લોકોને સવારે બ્રશ કરતાં સમયે ખૂબ ઊબકા આવતા હોય છે. આથી આવા લોકોએ સવાર સવારમાં આદુવાળી ચા પીવી જોઈએ .

આ ઉપરાંત પ્રેગનેન્ટ મહિલાઓ માટે પણ આદુવાળી ચા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે મહિલાઓને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. આ ઉપરાંત બાળકના વિકાસમાં પણ આદુવાળી ચા ઘણો ફાયદો કરે છે. આથી મહિલાઓએ બને ત્યાં સુધી સાદી અને વધુ કડક ચા પીવાના બદલે એકદમ લાઈટ અને પરંતુ આદુવાળી ચા પીવી જોઈએ.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *