ચોમાસાની સિઝન શરૂ થતા જ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાય છે અને વધુ પડતા વરસાદના કારણે ચોમેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ છે જેથી લોકોમાં જાતજાતની બીમારીઓ ફેલાઇ છે આથી જો આ ઋતુમાં તમારા સ્વાસ્થ્ય યોગ્ય ધ્યાન રાખવામાં ન આવે તો તમે પણ શિકાર બની શકો છો અમુક ગંભીર બીમારીઓ નો.
ચોમાસાની ઋતુમાં આપણું પાચનતંત્ર ખૂબ જ નબળું પડી ગયું હોય છે જેથી જો ખોરાકમાં ધ્યાન આપવામાં ન આવે તો તે પણ તમારા શરીરમાં નોતરી શકે છે અનેક બીમારીઓને. ચોમાસાની સિઝનમાં આપણી રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી ગઈ હોય છે. આથી જ તમારા સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખવામાં ન આવે તો તમને જાતજાતની બીમારીઓ થઈ શકે છે. તથા તમારે ઘણી બધી દવાઓ આવી પડે છે.
પરંતુ જો ચોમાસાની સિઝનમાં અમુક વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તથા તમારા જમવાનું ધ્યાન રાખવામાં આવે તો તમે પણ બચી શકો છો અમુક ગંભીર બીમારીઓથી. આ માટે તમારે જરૂર છે નીચે મુજબની કાળજી લેવાની.
ઉકાળેલું પાણી
ચોમાસાની સિઝનમાં જો સૌથી વધુ રોગ કોઈ વસ્તુથી ફેલાતા હોય તો તે છે દૂષિત પાણીથી. ચોમાસાની સિઝનમાં ખરાબ પાણી પીવાના કારણે તમને અનેક પ્રકારના ચેપી રોગો થઇ શકે છે. આથી ચોમાસાની સિઝનમાં બને ત્યાં સુધી આવું ખરાબ પાણી પીવાને જગ્યાએ ફિલ્ટર વાળું કે ઉકાળેલું પાણી પીવું. પાણી પીવાના કારણે તેમાં રહેલા જીવ-જંતુઓ તથા બેક્ટેરિયાનો નાશ પામે છે. જેને કારણે તમે પાણીજન્ય રોગોથી બચી શકો છો આથી ચોમાસાની સિઝનમાં ભૂલથી પણ ક્યારેય આવું ગંદુ પાણી ન પીવું જોઈએ.
શાકભાજી અને ફળો
ચોમાસાની સિઝનમાં બજારમાંથી લાવવામાં આવેલા શાકભાજી અને ફળો પર જાતજાતની માખીઓ અને મચ્છરો બેઠેલા હોય છે. આ માખી અને મચ્છરો ગંદકીમાંથી આવીને શાકભાજી પર બેસે છે જેને કારણે તમારું શાકભાજી પણ દૂષિત થઈ જાય છે. આ ચોમાસાની સિઝનમાં જ બજારમાંથી લાવેલ શાકભાજી કે ફળ હમેશા પહેલા ચોખ્ખા પાણીથી ધોઈ લેવા જોઈએ. આ માટે તમે ગરમ પાણી નો પણ ઉપયોગ કરી શકો છો. પાણીમાં સાફ કરેલા શાકભાજીમાં કીટાણુઓ રહેવાનો ખતરો રહેતો નથી જેને કારણે તમે બીમારીમાંથી બચી શકો છો.
ઘણા લોકોને ચોમાસાની સિઝનમાં ચટપટું ખાવાનું મન થાય છે અને આ માટે તે બજારમાં ઊભેલી રેકડીઓ પર આવી ચટપટી વસ્તુઓ ખાવા જતા રહે છે. પરંતુ એ લોકો જાણતા નથી કે તમારા જીભનો ચટકારો નોતરી શકે છે તમારા શરીર માટે અનેક બીમારીઓ. કેમકે ખુલ્લામાં બનાવેલી વાનગીઓ પર જાતજાતના જીવજંતુઓ તથા માખી અને મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. જેને કારણે તે ખોરાક ખાવા યોગ્ય રહેતો નથી આથી ચોમાસાની સિઝનમાં બને ત્યાં સુધી street food થી દૂર રહેવું જોઈએ.
સમતોલ આહાર
ચોમાસાની સિઝનમાં આપણું પાચનતંત્ર ખૂબ જ નબળું પડી ગયું હોય છે. ચોમાસાની ઋતુમાં આપણે ખૂબ જ સમતોલ આહાર લેવો જોઈએ. બપોરે અને સાંજના ભોજનમાં ખૂબ વધુ ખોરાક ન ખાવો જોઈએ. તેની જગ્યાએ તમે બાફેલા કઠોળ, brown rice, બાફેલા શાકભાજી તથા અન્ય હળવી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. ચોમાસાની સિઝનમાં બાજરી અને મકાઈ પચવામાં હળવા હોય છે. આથી તમે બાફેલી મકાઈ કે તેમાંથી બનેલી રોટલી કે રોટલા નું સેવન કરી શકો છો.
આમ ચોમાસાની સિઝનમાં જો આ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો તમે પણ બચી શકો છો ચોમાસામાં થતી વિવિધ બીમારીઓથી. આ માટે તમારે કંઈ ખાસ કરવાની જરૂર નથી. પરંતુ દરરોજ ઉકાળેલું પાણી પીવું સાફ કરેલા શાકભાજી ખાવા અને બાફેલું ભોજન લેવું. બસ આટલું કરવાથી તમે પણ રહેશો હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.