ચોમાસાની સીઝનમાં દરેક લોકોને ચટપટું ખાવાનું મન થાય છે. અને તેમાં પણ જો કાઠિયાવાડની વાત કરીએ તો અહીંના લોકો માટે ભજીયા ચોમાસાની સિઝનના આહાર તરીકે દર્શાવી શકીએ છીએ. કેમ કે, મોટાભાગના લોકો વરસાદની સાથે જ ભજીયા ની મજા માણવાનું ચૂકતા નથી. આપણે ત્યાં વિવિધ જાતના ભજીયા બનાવવામાં આવે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મકાઈ ના દાણા માંથી બનાવવામાં આવતા ભજીયા તો ચાલો જાણીએ શું છે તેની રેસિપી.
જરૂરી સામગ્રી:-
250 ગ્રામ ચણાનો લોટ, 500 ગ્રામ મકાઈના દાણા, 1 ચમચી હળદર, 1 ચમચી મરચું, સ્વાદ અનુસાર મીઠું, 1 નાની ચમચી સોયા સોસ, 1 નાની ચમચી ચિલી સોસ, 100 ગ્રામ ઝીણા સમારેલા મરચા, તળવા માટે તેલ.
ભજીયા બનાવાની રીત:-
મકાઈ ના ભજીયા બનાવવા માટે સૌપ્રથમ મકાઈને બરાબર બાફી લો. મકાઈ બફાઈ ગયા બાદ તેના દાણા અલગ કાઢી લો અને તેને થોડીવાર ઠંડા પડવા દો .
એક બાઉલ ની અંદર થોડો ચણાનો લોટ લો. ત્યારબાદ તેમાં મકાઈના દાણા ઠંડા પડી ગયા બાદ ઉમેરો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, તીખા નો પાવડર, સોયા સોસ, ચીલી સોસ અને ઝીણા સમારેલા મરચાં નાખી તેને બરાબર હલાવી લો.
હવે આ મિશ્રણ ની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જાવ અને તને એક દિશામાં હલાવતા જાવ. અહીં ખાસ ધ્યાન રાખવું કે લોટને ખૂબ વધુ પ્રમાણમાં ન હલાવો, કેમ કે આમ કરવાથી મકાઈના દાણા ના કારણે લોટ એકદમ ચીકણો બની જશે. હવે આ લોટને ભજીયાના લોટ જેટલો જ ઢીલો બનાવો.
હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે બાંધેલા લોટમાંથી માપ સર નાં ભજીયા પાડતા જાવ હવે. આ ભજીયા આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી પાકવા દો.
ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈ ખજૂર આમલીની ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.