ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ઠેરઠેર ભેજવાળું વાતાવરણ જોવા મળે છે અને આથી જ દરેક જગ્યાએ ભેજ લાગી જાય છે. આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે જ્યારે કોઈપણ લાકડાના ફર્નિચર ની અંદર ભેજ લાગી જાય ત્યારે તેની શું હાલત થાય છે. જ્યારે લાકડા માં આવો ભેજ લાગી જાય છે ત્યારે લાકડું પોતાની મૂળ સાઈઝ કરતાં વધુ ફુલાઈ જાય છે અને આથી જ લાકડામાંથી બનેલા દરવાજા તથા ફર્નિચર ના દરવાજા બંધ થતા નથી.
પરંતુ જો ચોમાસાની ઋતુમાં આપણા ફર્નિચરનું યોગ્ય રીતે ધ્યાન દેવામાં આવે તથા તેની યોગ્ય કાળજી રાખવામાં આવે તો તમારા ફર્નિચરને ચોમાસાની ઋતુમાં ભેજ લાગતુ અટકાવી શકાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ચોમાસામાં આ ફર્નિચર મા લાગતા ભેજ ને કઈ રીતે અટકાવી શકાય.
તમારું ફર્નિચર વાતાવરણમાંથી તો ભેજ શોષી જ લે છે. પરંતુ સાથે સાથે કોઈપણ જગ્યાએ દીવાલને અડકેલું હોય તો તેમાંથી પણ ભેજ શોષી લે છે. આથી બને ત્યાં સુધી ચોમાસાની ઋતુમાં તમારા દરેક ફર્નિચરને દીવાલની થોડા દૂર રાખો જેથી કરીને દિવાલનો ભેજ તમારા ફર્નિચરમાં સોસાય નહીં.
જ્યારે વરસાદ વરસવાનું બંધ થાય અને થોડો તડકો નીકળે ત્યારે ઘરના બારી-બારણા ખોલી નાખો જેથી કરીને તડકો ઘરની અંદર પ્રવેશ કરે અને ઘરમાં રહેલો વધારાનો ભેજ દુર થાય. જેથી કરીને ફર્નિચરમાં ભેજ લાગેલો હોય તો તે પણ સુકાઈ જાય છે અને તમારું ફર્નિચર પહેલાં જેવું જ બની જાય છે.
ચોમાસાની ઋતુમાં તમે ફર્નિચરમાં ભેજ લાગતો અટકાવવા માટે કપૂર અને ફિનાઇલની ગોળી નો ઉપયોગ પણ કરી શકો છો. જ્યારે તમે લાકડાના કબાટમાં કપડાં રાખતા હોવ ત્યારે તે જગ્યાએ ફીનાઇલ ની ગોળીઓ અથવા તો કપૂરની ગોટી રાખી દો. જેથી કરીને તેમાં સૂક્ષ્મ જીવ જંતુઓ પણ ઉત્પન્ન ન થાય અને સાથે સાથે તેમાં ભેજ પણ ન લાગે.
ચોમાસાની ઋતુમાં તમારા ફર્નિચરને સાફ કરવા માટે ભીના કપડા નું ક્યારેય ઉપયોગ ન કરવો. કેમ કે વાતાવરણ નો ભેજ તો તમારા ફર્નિચરને બગાડે જ છે પરંતુ સાથે સાથે તમારા ભીના કપડાં ઉપયોગ કરવાના કારણે પણ તમારું ફર્નિચર વધુ બગડતું જાય છે. આથી ચોમાસાની ઋતુમાં ક્યારેય પણ ભીના કપડા દ્વારા તમારા ફર્નિચરને સાફ ન કરવું આમ ચોમાસાની ઋતુમાં જો આ કાળજી રાખવામાં આવે તો તમારું ફર્નિચર પણ બચી શકે છે ભેજથી.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…