મિત્રો સાંજના સમયે ભૂખ લાગે ત્યારે ચોરાફળી એ દરેક લોકોના ફેવરિટ નાસ્તો છે. કેમકે ચોરાફળી સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સાથે સાથે તે એકદમ હલકી પણ હોય છે. જેને કારણે મોટાભાગના લોકો નાસ્તામાં ચોરાફળી ખાવાનું પસંદ કરતા હોય છે.
આ ઉપરાંત દિવાળીના દિવસોમાં પણ ઘણા લોકો ચોળાફળી બનાવતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ ચોરાફળી બનાવવા માટે ની રેસીપી.
સામગ્રી
૨ કપ ચણાનો લોટ
1 કપ મગનો લોટ
1 કપ અડદનો લોટ
અડધી ચમચી સોજીનાં ફૂલ
તળવા માટે તેલ
સ્વાદ અનુસાર મીઠું
મસાલા માટે ચાટ મસાલો સંચળ અને મરચું
બનાવવાની રીત :-
- સૌપ્રથમએકબાઉલમાંચણાનોલોટલઈતેનીઅંદરમગઅનેઅડદનોલોટભેળવીદો.
2. ત્યારબાદઆત્રણેયલોટનેહલાવીનેબરાબરમિક્સકરીલો
3. હવે આ લોટ ની અંદર સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલા સાજીના ફૂલ અને થોડું તેલ ઉમેરી એકદમ કડક લોટ બાંધો.
- હવે આ લોટને બરાબર બુધેલ ત્યારબાદ તેના લુઆ બનાવી તેને રોટલી ની જેમ વણી લો.
- આ લોટમાંથી બનાવવામાં આવતી રોટલી એકદમ પાતળી રાખો જેથી તમારી ચોળાફળી એકદમ નરમ બને.
- હવે આ રોટલી જ્યારે સૂકાઈ જાય ત્યારબાદ તેની અંદરઉભા કાપા કરી અને તેના લાંબા ચીરા બનાવી લો.
- ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.
- જ્યારે તેલ બરાબર આવી જાય ત્યારબાદ આ ચોળાફળીને તેની અંદર કરવા માટે મૂકી દો ચોરાફળી એકદમ ફૂલીને કડક થઈ જાય ત્યાર બાદ તેને બહાર કાઢી લો.
- હવે એક ડીશની અંદર આ ચોળાફળીને કાઢી લઇ અને તેની અંદરથી વધારાનું તેલ છે એનીતરવા દો.
- ત્યારબાદ આ ચોરાફરી પર ચાટ મસાલો અને લીલુ મરચું ભભરાવી બરાબર મિક્સ કરી લો આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ચોરાફળી.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.