સ્પ્રીંગ રોલ લગભગ દરેક બાળકોને ખૂબ જ ભાવતા હોય છે. જો નાસ્તામાં બાળકોને સ્પ્રિંગ રોલ મળી જાય તો તે બીજી કોઈ વસ્તુ પર ધ્યાન દેતા નથી અને સ્પ્રીંગ રોલ ખાવા માં જેટલા સ્વાદિષ્ટ લાગે છે બનાવવામાં તેટલી વાર લાગતી નથી. સ્પ્રીંગ રોલ બનાવવા માટે આજે બજારની અંદર અનેક પ્રકારની રેસિપી ઉપલબ્ધ છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ઘરે જ ફટાફટ આ સ્પ્રીંગ રોલ બનાવવા માટેની રેસિપી.
સામગ્રી :-
- 1 કપ રવો
- એક ચમચી મીઠું
- લોટ બાંધવા માટે પાણી
- 1 મોટો ચમચો તેલ
- ૭ થી ૮ ચમચી મેંદો
- ૧ વાટકો કોબીજ
- અડધો કપ ગાજર
બનાવવાની રીત :-
સૌપ્રથમ રવા ની અંદર થોડું પાણી ઉમેરી તેનો લોટ બાંધી લો અને ત્યારબાદ તેને સુતરાઉ કાપડ ની અંદર લપેટીને અંદાજે ૧૦ મિનિટ સુધી રાખી દો.
જ્યારે લોટ એકદમ ઢીલો થઇ જાય ત્યારબાદ તેના નાના-નાના બનાવી તેને રોટલી ના આકારના વણી લો.
જ્યારે સમાન આકારની બે રોટલી વણાઈ જાય ત્યારબાદ તેમાંના એક રોટલી પર થોડો મેંદો અને થોડું તેલ લગાવી એ બંનેને એકબીજા સાથે બરાબર ચોંટાડી દો.
ત્યારબાદ તેને આછી આછી વણી લો જેને કારણે બંને રોટલી એકબીજા સાથે મિક્સ થઇ જાય.
ત્યારબાદ તેને ગેસ પર ચોળવી લો ધ્યાન રાખવું કે બંને સાઇડ રોટલી આછી આછી ચડી જાય જો રોટલી એકદમ વધુ પાકી થઈ જશે તો તેનો સ્વાદ બગડી જશે.
ત્યારબાદ આ રોટલીને ગેસ પરથી ઉતારી લઈ ઠંડુ થવા માટે રાખી દો અને આવી તમારી જરૂર મુજબની જોઈતી હોય તેટલી રોટલી બનાવી લો.
ત્યારબાદ એક વાટકીમાં થોડો મેંદો લઈ તેની અંદર થોડું પાણી ઉમેરો અને તેની અંદર ખમણેલું ગાજર અને કોબીજ ઉમેરી બરાબર હલાવી લો.
ત્યારબાદ એક રોટલી લઇ તેની વચ્ચે કોબીજ અને ગાજર ને આ મિશ્રણ રાખી દઈ વધેલા ભાગ પર થોડું માખણ લગાવી દો.
ત્યારબાદ આ રોટલીનો રોલ વાળી લો અને એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો.
જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ રોટલીના આ રોલને તેની અંદર તળી લો.
જ્યારે આ રોલ એકદમ કડક થઈ જાય ત્યારબાદ તેને તેની અંદરથી કાઢી લો બસ તૈયાર છે ફટાફટ અને એકદમ સ્વાદિષ્ટ એવા સ્પ્રિંગ રોલ.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.