ગરમી ના દિવસોમાં દરેક વ્યક્તિ ને ભૂખ ઓછી લાગે છે અને ફક્ત પ્રવાહી પીવાની ઇચ્છાઓ થતી હોય છે. અને એમાં પણ કોલ્ડ ડ્રીન્કસ.
આમ તો બજાર ની અંદર કોલ્ડ ડ્રીન્કસ, પ્રીજર્વ કરેલા ડ્રીન્કસ, ખુબજ પ્રમાણમાં મળી રહે છે. પરંતુ ઘર ની અંદર બનાવવામાં આવીલી છાસ ની વાત જ કૈક અલગજ છે.સોફ્ટ ડ્રીન્કસ અને બજાર ની અંદર મળતા બીજા ઠંડા પીણા ની અંદર ખાંડ ની માત્રા ખુબજ પ્રમાણમાં હોય છે. જેના લીધે ઘણીબધી બીમારીઓ થઇ શકે છે.તમે ઈચ્છો તો આ સોફ્ટ ડ્રીન્કસ ની બદલે તમે છાસ નું સેવન પણ કરી શકો છો.
છાસ જો ઘરે બનાવવામાં આવી હોય તો તે ખુબજ સ્વાદિષ્ટ અને આપણી સેહત માટે ખુબજ ફાયદાકારક છે. જોકે હાલ બજારમાં પણ છાસ આરામ થી મળી રહે છે. રોજ છાસ પીવા થી મોઢા પર ચમક આવે છે. તેમજ ઘુટણ ના દુખાવામાં પણ રાહત મળે છે.તમજ રોજ જો છાસ નું સેવન કરવામાં આવે તો તમારી પાચન ક્રિયા પણ તંદુરસ્ત રહે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.