શરીરની ચરબી ઘટાડો આ ઘરગથ્થું ઉપચારોથી
દરેક સ્ત્રી કે પુરુષ ને આજના આ ફાસ્ટફૂડ ના જમાના માં સ્લિમ ટ્રિમ તો દેખાવું જ છે પણ કસરત કરવાનો સમય નો અભાવ અને ટ્રીટમેન્ટ ની જાણ ની ઉણપ ના કારણે ઘણા લોકો ધારેલું વજન નથી રાખી શકતા. આપણે નવા વર્ષ ના નિયમ ની જેમ જ, એક અઠવાડિયું બધું જ નિયમિત કરીશું પણ પછી દ્રઢતા ની ખામી અને સમય ના અભાવ ના કારણે આપણે સ્વાસ્થ્ય નું ધ્યાન નથી રાખી શકતા. અને ઓછા માં પૂરું એવું ડોમિનોઝ, મેગી અને પાણીપુરી જેવી વસ્તુઓ સામે આવી ને આપણું મન ઔર ડગાવી નાખે છે.
આજે બસ મારી જ આ કથા છે એમ સમજી લો ને, છેલ્લા કેટલાક વર્ષો થી કેટલાય પ્રયાસો છતાં પણ મારુ વજન અડગ હતું, મારૂ સાથ છોડતું જ નોહતું. પણ આખરે મારા પિતા ની સલાહ અને માતા ના સહકાર થી વજન તો ઓછું થયું પણ સાથે સાથે ચેહરો પણ નિખરી ગયો થોડો. તમે પણ અજમાવી જુઓ અને જણાવો તમારા અભિપ્રાય.
-સવારે ઉઠીને સૌ પ્રથમ, એક ગ્લાસ સાદું પાણી પીવો.
-નહાઈ અને ફ્રેશ થઇ ને એપલ સિડર વિનેગર-વિથ “મધર” જે તમને લોકલ સુપરમાર્કેટમાંથી મળી જ રહેશે તેની એક ચમચી, એક કપ સતક જેવા ગરમ પાણીમાં નાખી સાથે એક ચમચી તજ નો ભુક્કો કરેલો પાવડર નાખી સ્ટ્રો વડે પી જવું.
-આના એક કલાક પછી હળવો એવો નાસ્તો જેમ કે સેવ મમરા, ફ્રૂટ, બાફેલા કઠોળ, ફણગાવેલા કઠોળ જેવું પોષ્ટીક નાસ્તો કરી લેવો.
-બપોરે જમવા પહેલા ની એક કલાકે એક ગ્લાસ સાદું પાણી એન્ડ જમ્યા પછી ની એક કલાકે સાદું પાણી પી લેવું.
-જમવા માં રોટલી શાક અથવા દાળ ભાત અથવા કઢી ખીચડી લઇ શકો છો. ધ્યાન એટલું રાખવાનું કે આખો દિવસ માં 2 પ્રકાર ના ધાન મિક્સ ના કરવા. જો તમે રોટલી જામી હોઈ તો સાંજે પણ રોટલી શાક જ જમવાનું રાખવું। અને જો ભાત જમ્યા હોઈ તો સાંજે પણ ભાત જ રાખવા.
-સાંજે નાસ્તા માં 2 દાડમ ખાવા થી તમારી ત્વચા માં તો નિખાર આવશે જ પણ સાથે વજન ઘટવા માં પણ ફાયદારૂપ થશે.
-રાતે પણ જમતા પેલા એક ગ્લાસ સાદું પાણી અને જમ્યા પછી એક ગ્લાસ સાદું પાણી એક કલાક ના અંતરે.
-રાતે સૂતી વખતે શક્ય હોઈ તો આદુ નાખી ને ઉકાળી ને ગાળેલું પાણી પીવાથી વજન ઉતારવા માં ખાસો ફરક પડે છે.
-આખા દિવસ માં એકવાર સતત 45મીનીટ સુધી ચાલવાનું રાખવું.
-જમવામાં બને એટલું તેલ ઓછું જ વાપરવું.
-મીઠાઈ પણ અઠવાડિયા માં એક વાર 50 ગ્રામ જેટલી જ ખાવી.
ફક્ત આટલું જ કરવાથી સામાન્ય રીતે એક મહિના માં 8-10 કિલ્લો વજન ઘટી જાય છે. પણ એના માટે મન મક્કમ અને નિયમીતતા લાવી પડશે. તમારા અભિપ્રાયો ચોક્કસ જણાવો.
લેખન સંકલન : ભૂમિકા અઢિયા ( રાજકોટ )
દરરોજ આવી અનેક ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ.