ચાણક્ય નીતિ થી મેળવો, વેપાર ધંધા માં સફળતા.

આચાર્ય ચાણક્ય એ ભારત દેશના મહાન અર્થશાસ્ત્રી છે. તેણે ભારતને ચંદ્રગુપ્ત મૌર્ય સમ્રાટ અશોક જેવા બે મહાન સમ્રાટો ની છે. આચાર્ય ચાણક્ય અર્થશાસ્ત્રના પ્રખર વિદ્વાન હતા. તથા તેણે કૌટિલ્ય શાસ્ત્ર નામના એક મહાન ગ્રંથની રચના કરી હતી. જેની અંદર લોકોના જીવન જીવવા માટેના અનેક મંત્રો બતાવવામાં આવેલા છે. ચાણક્યએ પોતાની અંદર બતાવ્યું છે કે, જો લોકો નાની બાબતોનું ધ્યાન રાખે તો જીવનની અંદર ખૂબ જ મોટી મોટી સફળતાઓ મેળવી શકે છે.

આચાર્ય ચાણક્યે પોતાના આ ગ્રંથની અંદર અનેક પ્રકારની નીતિઓનું વર્ણન કરેલું છે. કે જેનો ઉપયોગ કરીને કોઇપણ વ્યક્તિ એક સફળ રાજા કે એક સફળ વેપારી પણ બની શકે છે. જો તમારે પણ એક સફળ વેપારી બનવું હોય તો તમારે અપનાવવાની જરૂર છે. ચાણક્યની આ નીતિઓ ની આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. ચાણક્યની અમુક એવી નીતિઓ કે જેને અનુસરવાથી તમે પણ વેપાર ધંધા ની અંદર મેળવી શકો છો ઇચ્છિત પરિણામ.

આચાર્ય ચાણક્યની નીતિ અનુસાર સૌથી પહેલા કોઈપણ કાર્ય શરૂઆત કરતી વખતે હંમેશાં એ માટે હકારાત્મક વિચારસરણી રાખવી જોઈએ. કેમકે હકારાત્મક વિચારસરણી હશે તો જ તમે તે કામને યોગ્ય પરિણામ પર લઈ જઈ શકશો.

ચાણક્ય ના મત અનુસાર કોઈ પણ કાર્ય કરતી વખતે હંમેશા માટે કાર્ય શરૂઆત કરતાં પહેલાં જ તે કાર્યને અંજામ અને તે કાર્ય કરવા માટે જરૂરી દરેક પાસાઓનો અભ્યાસ કરવો જોઈએ. જેથી કરીને આગળ જતાં તે કાર્ય ની અંદર કોઈપણ જાતના વિઘ્ન ન નડે.

આચાર્ય ચાણક્ય અનુસાર જ્યારે તમે કોઈપણ વેપારધંધો નવો શરૂ કરો છો ત્યારે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે, તમે તે વેપાર કયા સમયે અને કઈ જગ્યાએ કરવાના છો. આ ઉપરાંત આ વેપાર ની અંદર તમારો સાથ કોણ કોણ આપશે. એટલે કે તમારા પાર્ટનર કોણ છે તેના વિશે પણ જાણકારી મેળવી લેવી જેથી કરીને આગળ જતાં કોઈ મુશ્કેલી ઉત્પન્ન ના થાય.

કોઈપણ જગ્યાએ નવો વેપાર કરતી વખતે પહેલેથી જ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, તમારા મુશ્કેલીના સમયમાં કોઈ વ્યક્તિ તમારો સાથ આપશે. આ વસ્તુ જાણવા બાદ જ તમારે નવો વેપાર શરૂ કરવું જેને કારણે જો ભવિષ્યમાં કદાચ મુશ્કેલીનો સમય આવે તો તે વ્યક્તિ તમારી સાથે ઉભો રહે.

કોઇ પણ નવું કાર્ય કે વેપાર કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, તમે તે વેપાર કરવા માટે સક્ષમ છો કે નહી. જો તમે તે વસ્તુ માટે સક્ષમ ન હોય તો, પહેલા તમે તે વેપાર માટે યોગ્ય બનો. અને ત્યાર બાદ જ નવો વેપાર શરૂ કરો.

નવો વેપાર શરૂ કરતી વખતે તમારે જાતજાતના લોકો સાથે મળવાનું થશે. આવા સમયે હંમેશાને માટે તમારી વાણી પર કાબૂ રાખો. જેને કારણે તમારા વેપાર ધંધા ની અંદર સતત વધારો થતો રહેશે.

નવું કાર્ય શરુ કરતી વખતે કે નવો વેપાર શરૂ કરતી વખતે આપણે હંમેશને માટે વધુ મહેનત કરતા હોઈએ છીએ. પરંતુ આચાર્ય ચાણક્યએ જણાવ્યું છે કે, કોઈ પણ નવું કાર્ય કે મહેનત કરતી વખતે હંમેશા તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને જ વેપાર-ધંધો કે નવું કાર્ય કરવું જોઈએ. જેને કારણે તમારું સ્વાસ્થ્ય ખરાબ ન થાય અને તમારો વેપાર-ધંધો લાંબો સમય સુધી ચાલુ રહે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *