આજે દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે સૌથી સુંદર દેખાય જેના માટે લોકો અનેક પ્રકારની બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે તથા વારંવાર બ્યુટીપાર્લરમાં જાય છે આમ છતાં તેને કોઈ ખાસ નક્કર પરિણામ મળતાં નથી અને તેમાં પણ ખાસ કરીને છોકરીઓ વિવિધ જાતની બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી પોતાની ચહેરાની સુંદરતા અને ચમક ખોઈ બેઠા છે વધુ સુંદર દેખાવાના લાલચમાં તે પોતાનો કુદરતી glow પણ ખોઈ બેસે છે.
જો તમારી સાથે પણ આવું બન્યું હોય તો તમારે જરૂર છે અમુક આયુર્વેદિક નુસખાઓની કેમકે આયુર્વેદ ની અંદર અમુક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાના ગ્લો ને વધારી શકો છો આયુર્વેદ ની અંદર એવી ઘણી પદ્ધતિઓ બતાવવામાં આવી છે કે જેના દ્વારા તમે તમારા ચહેરાની સુંદરતા ફરીથી પાછી લાવી શકો છો તથા તમારા ચહેરાનો ગ્લો વધારી શકો છો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવા જ ત્રણ નુસખાઓ વિશે
પહેલો ઉપાય
દરરોજ સવારે ઊઠીને બ્રશ કર્યા બાદ તમારા ચહેરાને ઠંડા પાણીથી બરાબર પાંચ મિનિટ સુધી સાફ કરો આમ કરવાથી તમારા ચહેરા પર રહેલ વધારાનું oil અને ચહેરા પર જામેલો મેલ દૂર થશે જેને કારણે તમારા ચેહરાની ત્વચા ના છિદ્રો ખુલી જશે અને તમારી સ્કિન પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મેળવી શકશે જેથી તમારા ચહેરા પર એક કુદરતી બ્લુ જોવા મળશે
બીજો ઉપાય
દરરોજ સવારે નાસ્તો કરતી વખતે વધુ તેલ વાળા ફૂડની જગ્યાએ લીલા શાકભાજી કે સલાડનું સેવન કરો અને સાથે સાથે દરરોજ સવારે ઓછામાં ઓછું એક ફળ ખાવાની ટેવ રાખો આમ કરવાથી તમારા શરીરમાં નવું લોહી બનશે તથા શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ વધશે જેને કારણે તમારા ચહેરા પર કુદરતી સુંદરતા દેખાશે.
ત્રીજો ઉપાય
દરરોજ સવારે સ્નાન કરતી વખતે તમારા ચહેરાને કોઈપણ કેમિકલયુક્ત ફેસવોશથી કે કોઈ સાબુથી ન તો તેની જગ્યાએ તમે ચહેરો ધોવા માટે કોઈપણ આયુર્વેદિક ફેસવોશનો અથવા તો મુલતાની માટીનો ઉપયોગ કરી શકો છો મુલતાની માટી ચહેરા પરનો વધારાનો ઓઈલ દૂર કરશે અને તે કુદરતી રીતે તમારા ચહેરાની સુંદરતા વધારશે
આમ તમારા ચહેરા પરનો બ્લુ વધારવા માટે સવારમાં ઉઠ્યા બાદ આ 3 ઉપાય કરવાથી માત્ર થોડા અઠવાડિયાની અંદર જ તમારા ચહેરા પર તમે ગ્લો જોઈ શકશો અને તમારો ચહેરો વધુ સુંદર બની જશે
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.