દરેક લોકો એવું ઇચ્છતા હોય છે કે તે કાયમી માટે સ્વસ્થ રહે. પરંતુ પોતાની અનેક ખરાબ આદતોને કારણે આ લોકો અનેક પ્રકારની બીમારીઓને નોતરે છે. આજે જાત જાતની બીમારીઓ તે લોકો ખૂબ જ પરેશાન છે અને તેમાં પણ જો કેન્સરની વાત કરવામાં આવે તો કેન્સર એક એવી અસાધ્ય બીમારી છે કે જે લોકોનો જીવ પણ લઈ લે છે.
પરંતુ જો દરેક લોકો પોતાના ખાવા-પીવાનો તથા તેના સમયનો યોગ્ય ધ્યાન રાખે તો તે પણ બચી શકે છે આવી અનેક બીમારીઓથી. ખાવા-પીવા અને સુવાના યોગ્ય સમય ના કારણે લોકો કેન્સર જેવી ખતરનાક બીમારીઓથી પણ બચી શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આવો જ એક સમય કે જો રાજ રોજ રાત્રે તમે આ સમયે ભોજન લઈ લો તો તમે પણ કેન્સર જેવી ખતરનાક બીમારીઓથી બચી શકો છો.
સ્પેનની એક રિસર્ચ લેબ દ્વારા એવું તારણ કાઢવામાં આવ્યું છે કે જો તમે રોજ રાત્રે સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લો તો તમને પણ કેન્સર જેવી બીમારીઓથી બચવા ની સંભાવના વધી જાય છે. રોજ રાત્રે સૂર્યાસ્ત પહેલાં જમી લેવામાં આવે તો તમારા ભોજનની અંદર વધુ માત્રામાં બેક્ટેરિયા અને કીટાણુઓ ભળતા નથી જેને કારણે તમે કેન્સર જેવી બીમારીઓથી પણ બચી શકો છો.
ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સર ની અંદર થયેલ એક અભ્યાસ ની અંદર એવું જાણવા મળ્યું છે કે સમગ્ર વિશ્વની અંદર બે પ્રકારના કેન્સર મુખ્ય પ્રકારે થાય છે જેની અંદર એક બ્રેસ્ટ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર છે જે તમારી ખાવાપીવાની ખરાબ આદતના કારણે થઈ શકે છે.
આથી જો તમારે પણ આ પ્રકારના કૅન્સરથી બચવું હોય તો રોજ રાત્રે વહેલું ભોજન બનાવી અને સૂર્યાસ્ત પહેલાં જમી લેવું જોઈએ જેને કારણે તમે આવા કેન્સરની બીમારીથી બચી શકો છો અને આમ પણ આપણા પૂર્વજો રાત્રિનું ભોજન ખૂબ જ વહેલું જમી લેતા હતા અને આ જ પ્રથા હજી સુધી ગામડા ની અંદર પ્રચલિત છે તો આપણે પણ આ પ્રથાનું અનુસરણ કરવું જોઈએ અને કેન્સર જેવી બીમારીઓથી બચવું જોઈએ.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.