આજકાલના બાળકોની સૌથી પહેલી પસંદગી હોય છે પીઝા આજકાલનાં બાળકો મોટે ભાગે પીઝા, બર્ગર અને અન્ય ફાસ્ટ ફૂડ ખાવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે જ બ્રેડમાંથી બનાવી શકશો પીઝા જાણી લો તેની રેસિપી.
સામગ્રી
- ૬ થી ૮ બ્રેડની સ્લાઈસ
- એક વાટકો માખણ
- ૧ ઝીણું સમારેલ ડુંગળી
- એક ઝીણા સમારેલા ટમેટા
- એક ઝીણી સમારેલ સિમલા મિર્ચ
- બે કપ મકાઈના દાણા
- સ્વાદ અનુસાર મીઠું
- સ્વાદ અનુસાર સંચળ
- છ મોટી ચમચી ટમેટાનો સોસ
- જરૂર મુજબનું ચીઝ
બનાવવાની રીત
- બ્રેડ પીઝા બનાવવા માટે સૌપ્રથમ બ્રેડની સ્લાઇસ પર માખણ લગાવી લો.ત્યાર બાદ તેના ઉપર ઝીણી સમારેલા ટમેટા સીમલા મેલ અને ડુંગળી લગાવી દો. ત્યારબાદ તેમાં ઉપરથી બાફેલા મકાઈના દાણા ઉમેરી દો.
- હવે તેના પર ખમણેલું ચીઝ ઉમેરી તેના ઉપર બીજી બ્રેડ ની સ્લાઈસ લગાવી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો.
- ત્યારબાદ આ બ્રેડની સ્લાઈસને નોનસ્ટીક પેન ની અંદર ધીમી આંચ પર અંદાજે ૪ થી ૫ મિનિટ સુધી પાકવા દો. બસ તૈયાર છે તમારા એકદમ સ્વાદિષ્ટ બ્રેડ પિઝા. હવે આ બ્રેડ પિઝા ને તમારા જરૂરી આકારમાં કાપી લઇ તેના ઉપર સોસ લગાવી અને તેના સ્વાદનો આનંદ ઉઠાવી શકો છો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.