બોલિવૂડની અભિનેત્રીઓ છે તેની માની કોપી, જુઓ આ તસવીરો.

બોલિવૂડની અભિનેત્રીઓની સુંદરતા એવી હોય છે કે તે દરેક વ્યક્તિનું મન મોહી લે છે. તે પોતાની અદાકારા દ્વારા અને પોતાની સુંદરતા દ્વારા દરેક લોકોના દિલ પર રાજ કરે છે. પરંતુ બોલિવૂડની મોટાભાગની અભિનેત્રીઓ ને પોતાની સુંદરતા તેમની મા તરફથી વારસામાં મળેલી હોય છે. કેમ કે, બોલિવૂડની મોટાભાગની હિરોઈન તેની માતાની જેમ જ સુંદર દેખાય છે અને આમાની અમુક તો તેના માતાની ઝેરોક્ષ કોપી જ હોય તેવું લાગે છે. તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બોલિવૂડની અમુક મા-દીકરીની જોડી જે છે એકબીજાની ઝેરોક્ષ કોપી.

ઈશા દેઓલ અને હેમામાલીની

ધર્મેન્દ્ર દેઓલની બીજી પત્ની હેમામાલીની અને તેની પુત્રી ઈશા દેઓલ બંને એકબીજા ની ઝેરોક્ષ કોપી જ લાગે છે. વર્ષ 1981 ની સાલમાં જન્મેલ ઈશા દેઓલ બોલિવુડના ઘણા મુવી ની અંદર કામ કરી ચૂકી છે. તે દેખાવમાં એકદમ તેની માતા હેમામાલીની જેવી જ છે.

શર્મિલા ટાગોર અને સોહા અલી ખાન

ભારતીય ક્રિકેટર મન્સુર અલી ખાન પટોડી ની પુત્રી સોહા અલી ખાન અને તેની પત્ની શર્મિલા ટાગોર બંને એકબીજા જેવી જ દેખાય છે. આ મા-દીકરીની જોડી એકબીજાની ઝેરોક્ષ કોપી જ લાગે છે. સોહા અલી ખાન નો જન્મ 1974 ની અંદર હૈદરાબાદમાં થયો હતો. સોહા અલી ખાને ઘણા મુવી ની અંદર કામ કર્યું છે અને આજે સોહા અલી ખાન અને તેની માતા શર્મિલા ટાગોર દેખાય છે કંઇક આવી.

આલિયા ભટ્ટ અને સોની રાઝદાન

બોલિવૂડની સૌથી ક્યુટ અભિનેત્રી એવી આલિયા ભટ્ટ એ તાજેતરમાં જ બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. આલિયા ભટ્ટ તેની માતા સોની રાઝદાનની ઝેરોક્ષ કોપી જ માનવામાં આવે છે. કેમ કે, તે બંનેના ફોટો પરથી તમે જોઈ શકો છો કે અને એકબીજાને મળતી આવે છે.

બબીતા કપૂર અને કરિશ્મા કપૂર

કપૂર ખાનદાનની આ મા દીકરી એકમેકની કોપી જેવી જ છે. કેમ કે, તેના ફોટા પરથી જોઈ શકીએ છીએ કે બબીતા કપૂર અને કરિશ્મા કપૂર બંને એકબીજા જેવી લાગે છે. જ્યારે બબીતા કપૂર કરિશ્મા કપૂરની ઉંમરના હતા ત્યારે તે પણ એકદમ કરિશ્મા કપૂર જેવા જ લાગતા હતા.

સારા અલી ખાન અને અમૃતા સિંહ

તાજેતરમાં જ બોલિવૂડમાં પદાર્પણ કરનાર સારા અલી ખાન અમૃતા સિંહની પુત્રી છે. આ બંને મા-દીકરી ને જોતા જે તમને ખબર પડી જશે કે તેઓ એકબીજાની ઝેરોક્ષ કોપી જ છે. કદ,કાઠી અને રૂપ રંગમાં સારા અલી ખાન પોતાની માં અમૃતા સિંહ ઉપર જ ગઈ છે.

ડિમ્પલ કાપડિયાને ટ્વિંકલ ખન્ના

ટ્વિંકલ ખન્ના અને ડિમ્પલ કાપડીયાના ફોટો પરથી જ જોઈ શકીએ છીએ કે બન્ને મા-દીકરી એકમેકની ઝેરોક્ષ કોપી જ છે. કેમકે ફેશનના મામલામાં, દેખાવના મામલામાં અને સ્વભાવના મામલામાં આ બંને મા-દીકરી એકબીજા ની પૂરક છે.

સારિકા હસન અને શ્રુતિ હસન

આ બંને મા-દીકરી ના ફોટો પરથી જ જોઈ શકાય છે કે શ્રુતિ હસનને તેની આ ખૂબસૂરતી પોતાની મા સારિકા હસન પાસેથી વારસામાં મળી છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *