BMW એ ભારતમાં લોન્ચ કરી એકદમ ઓછા બજેટવાળી બે બાઈક, જાણો કઈ છે આ બાઈક.

બી.એમ.ડબલ્યુ વિશ્વની ટોચની કાર ઉત્પાદક કંપનીઓમાંની એક છે. આ ઉપરાંત તે અનેક પ્રકારની બાઇકો પણ બનાવે છે. બીએમડબલ્યુ બાઇક ના મોડલ એક નજરે જ ગમી જાય તેવા હોય છે. આ ઉપરાંત તેની બાઈક નો પાવર અને તેનો લુક તથા તેની કમ્ફર્ટ હોય છે કે તે જોઈને કોઈપણ વ્યક્તિને તેને ખરીદવાનું મન થઈ જાય છે. પરંતુ સામાન્ય રીતે અત્યાર સુધી લોકો એવું માનતા હતા કે બીએમડબલ્યુ બાઇક બજેટમાં ખૂબ જ મોંઘી હોય છે.

ભારત દેશની અંદર પણ આ જ માન્યતા ફેલાયેલી હતી કે બીએમડબલ્યુ બાઇક કિંમતમાં અન્ય બાળકો કરતા વધુ ઊંચી હોય છે. પરંતુ ભારત દેશના લોકો માટે આવી રહી છે હવે નવી ખુશખબર! કેમ કે તાજેતરમાં જ બી.એમ.ડબલ્યુ કંપનીએ ભારત દેશની અંદર પોતાની બાઈક ના બે મોડલ લોન્ચ કર્યા છે કે જેની કિંમત દરેક લોકોને પરવડે તેટલી છે. તો ચાલો જાણીએ કઈ છે આ બાઈક ના મોડલ અને શું છે તેના ફીચર્સ તથા ભાવ.

તાજેતરમાં જ બી.એમ.ડબલ્યુ કંપનીએ ભારત દેશની અંદર “G310 R” અને “G310 GS” આ બે બાઈક ના મોડલ ભારત દેશની અંદર લોન્ચ કર્યા છે. આ બંને બાઇકના લુક ઉપરથી જ લોકોને એક નજરે આ બાઈક ગમી જાય તેવી છે. બી.એમ.ડબલ્યુ કંપનીએ દાવો કર્યો છે કે તેણે લોન્ચ કરેલી આ બંને બાઈક અત્યાર સુધીની સૌથી સસ્તી બાઇક છે. કેમકે આ બંને બાઇક બીએમડબલ્યુ ની એન્ટ્રી લેવલ બાઇક બની ગઈ છે.

જો આ બંને બાઇકના look વિશે વાત કરીએ તો આ બંને બાઇકને ફોટોમાં જોઈ શકીએ છીએ તે રીતે ખૂબ જ સ્ટાઇલિશ રીતના ડિઝાઇન કરવામાં આવી છે. આ ઉપરાંત જો પાવરની વાત કરીએ તો આ બંને બાઈક ની અંદર 310 સીસીનું સિંગલ સિલિન્ડર એન્જિન આવે છે. જે તમને પૂરતી માત્રામાં પાવર પ્રોવાઈડ કરશે. આ ઉપરાંત આ બાઈક ની અંદર mono suspension છે જે ભારત દેશના રોડ ઉપર આવતા ખાડાઓથી તમને બચાવશે.

બી.એમ.ડબલ્યુ ની આ બાઈક ની અંદર રહેલું 310 સીસીનું એન્જિન અંદાજે 35 હોર્સ પાવર જેટલો પાવર જનરેટ કરશે. આ ઉપરાંત તે ૨૮ newton meter જેટલો પાવરફુલ ટોર્ક પણ ઉત્પન્ન કરે છે. જે તમારી બાઇકને ખૂબ જ સારો એવો પાવર પ્રદાન કરે છે. જેને કારણે આ બાઈકનું એન્જીન એકદમ પાવરફુલ બની જાય છે. ભારત દેશની અંદર લોન્ચ કરવામાં આવેલી આ બંને બાઇકના એન્જિન ટીવીએસ અને બી.એમ.ડબલ્યુ આ બંને કંપનીએ સાથે મળીને બનાવેલા છે.

આ ઉપરાંત આ બાઇકના બીજા ફીચર્સની વાત કરીએ તો આ બાઈક ની અંદર disc brake system, inti braking system, ડિજિટલ મીટર ઉપરાંત બીજી અનેક સુવિધાઓ થિ સજ્જ છે.આ ઉપરાંત આ બાઈક ની અંદર મોનો સસ્પેંનસન સિસ્ટમ પણ આવશે.

હવે જો કિંમતની વાત કરીએ તો બી.એમ.ડબલ્યુ ની G310 R બાઇકની કિંમત 2.99 લાખ અને G310 GS બાઇકની કિંમત 3.49 લાખ છે. આમ ભારત દેશની અંદર લોન્ચ કરવામાં આવેલી આ બાઈક અત્યાર સુધીની બીએમડબલ્યુની સૌથી સસ્તી બાઇક બની રહી છે. તેને તાજેતરમાં જ ભારત દેશની અંદર લોન્ચ કરવામાં આવી છે. તો આશા છે કે બાઈક પ્રેમીઓ આ બાઇકને ખૂબ જ પસંદ કરશે તથા ભારત દેશની અંદર આ બાઇકનું ધુમ વેચાણ થશે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *