આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર તુલસીને ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવ્યો છે. હિન્દુ ધર્મની અંદર દરેક લોકો ખૂબ તુલસીને ખૂબ જ પવિત્ર માને છે અને દરરોજ સવારે અને સાંજે તેની પૂજા કરે છે. તુલસીએ આપણા હિન્દુ ધર્મ માટે આધાર મહત્વનું કેન્દ્ર છે અને સાથે સાથે ઔષધશાસ્ત્ર ની અંદર પણ આ તુલસીના વખાણ કરવામાં આવ્યા છે. કેમકે તુલસી આપણને ઔષધીય ગુણોના કારણે ઘણી રીતે ફાયદાકારક સાબિત થાય.
એટલું જ નહિ પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન સત્યનારાયણ ના પ્રસાદ ની અંદર પણ તુલસી ને અર્પણ કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જ્યાં સુધી તેના પ્રસાદની અંદર તુલસી ન પડે ત્યાં સુધી તેનો પ્રસાદ હતું રહે છે. આમ હિંદુ ધર્મ અનુસાર તુલસી આપણા માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પરંતુ આજ તુલસી આપણને બીજી એક રીતે પણ ફાયદાકારક સાબિત થાય છે.
એવું કહેવામાં આવે છે કે જો આ તુલસીની માળા તમારા ગળાની અંદર ધારણ કરવામાં આવે તો તમને અનેક પ્રકારના ફાયદા થાય છે. ખાસ કરીને જે લોકો તુલસીની માળા પોતાના ગળામાં ધારણ કરે છે. તે લોકોને માનસિક શાંતિ મળે છે અને ઈશ્વર પતિ અને તેની શ્રધ્ધામાં વધારો થાય છે એવું માનવામાં આવે છે કે જે લોકો ગળામાં તુલસીની માળા પહેરે છે તે સકારાત્મક વિચારસરણી ધરાવતા હોય છે અને સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ તેના ઉપર બની રહે છે.
ગળામાં તુલસીની માળા ધારણ કરવાના કારણે લોકોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. માતા લક્ષ્મીની કૃપા કાલની માટે તેના પર બની રહેવાના કારણે તેના ઘરમાં ધન ધાન્યની ઉણપ આવતી નથી અને કાયમી માટે તેના ઘરની અંદર ખુશીઓનો વાસ થાય છે. આમ તુલસીની માળા ગળામાં ધારણ કરવાના કારણે તમને આધ્યાત્મિક અને આર્થિક એમ બંને લાભ થાય છે.
જે લોકો પોતાના ગળા ની અંદર તુલસીની માળા ધારણ કરે છે. તે લોકો અનેક પ્રકારની બુરી નજરથી બચી શકે છે તથા તેના ઉપર કોઈપણ ખરાબ શક્તિનો પ્રભાવ થતો નથી કહેવામાં આવે છે કે જે લોકો ગળામાં તુલસીની માળા ધારણ કરે છે તે લોકો ની આસપાસ ભગવાનની દિવ્ય શક્તિનો વાસ થાય છે. જેને કારણે કોઈપણ જાતની ખરાબ ઊર્જા તે વ્યક્તિ ની પાસે ભટકતી નથી અને તે વ્યક્તિ કાયમી માટે સકારાત્મક ઊર્જાવાન બને છે.
આ ઉપરાંત જો આયુર્વેદિક દૃષ્ટિએ વાત કરીએ તો તુલસીની માળા ગળામાં ધારણ કરવાના કારણે તમને અનેક પ્રકારના સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ થાય છે. તુલસીની માળા ધારણ કરવાના કારણે તમને અનેક પ્રકારના રોગથી છુટકારો મળે છે.
જો તુલસીની માળા ને સોમવાર બુધવાર કે ગુરુવારના દિવસે ગંગાજળથી શુદ્ધ કરીને ગળામાં ધારણ કરવામાં આવે તો તમને અનેક રીતે ફાયદા થાય છે જો આ તુલસીની માળા ને યોગ્ય પૂજાવિધિ કરીને તમારા ગળાની અંદર ધારણ કરવામાં આવે તો તમારા દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સાથે સાથે વ્યક્તિને આધ્યાત્મિકતા માં પણ વધારો થાય છે.
શાસ્ત્રો અનુસાર તુલસીની માળા ભગવાન વિષ્ણુ રામ કૃષ્ણ ભગવાન શંકર કોઈપણ દેવી તથા ભગવાન હનુમાન જેવા દરેક દેવતાઓના ભક્ત અને ઉપાસના ધારણ કરી શકે છે આમ કરવાના કારણે તે દરેક લોકોને પોતાનો ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે અને તેને અનેક પ્રકારના લાભ થાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.