બીલીપત્ર છે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક, આ બીમારીઓ નો કરે છે નાશ.

મિત્રો નજીકના સમયમાં જ શ્રાવણનો મહિનો આવી રહ્યો છે અને આપણે દરેક લોકો જાણીએ છીએ કે શ્રાવણ મહિનો ભગવાન શંકરનો મહિનો છે અને આ મહિનાની અંદર દરેક શિવ ભક્તો ભગવાન શંકરને બીલીપત્ર ચઢાવે છે. મોટેભાગે આપણે લોકો બીલીપત્રને ભગવાન શિવ પર ચડતા એક ઝાડ તરીકે ઓળખીએ છીએ. પરંતુ, આયુર્વેદ શાસ્ત્ર ની અંદર આ બીલીપત્રોને કારણે થતા તમારા સ્વાસ્થ્યને લાભ વિશે પણ ઘણી વસ્તુઓ લખવામાં આવી છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બીલીપત્ર ના કારણે તમારા સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓ થશે દૂર.

જ્યારે કોઈ પણ વ્યક્તિ ને તાવ આવતો હોય ત્યારે જો બીલીપત્ર ના પાંદડા નું સેવન કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિને મધમાખી અથવા તો અન્ય ઝેરી જીવડું કરડી ગયું હોય અને તેની બળતરા થતી હોય તો તેના ઉપર બિલીપત્ર ના પાનનો રસ ખાવાના કારણે તેને તુરત જ તે જલન માંથી મુક્તિ મળે છે.

હદય રોગની બીમારી વાળા લોકો માટે બીલીપત્ર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જે લોકોને હૃદયને લગતી સમસ્યા હોય તેવા લોકો બીલીપત્ર ના પાન નો રસ કાઢીને તેને પીવે તો દરેક સમસ્યાઓ દૂર થાય છે અને તમારું હૃદય વધુ મજબૂત બને છે જેને કારણે હાર્ટ અટેક ની સમસ્યા પણ દુર થાય છે.

જે લોકોની શરીરમાં વધુ ગરમી હોય અથવા તો જે લોકો નો કોઠો વધુ ગરમ હોય અને તેને મોં માં વારેવારે ચાંદી પડતી હોય તો તેવા લોકોએ જો બિલીપત્રના આ પાનને મોઢામાં રાખીને ચાવવામાં આવે તો તેના મોં ની અંદર રહેલા છાલા થોડાક સમયની અંદર દૂર થઈ જાય છે. જે લોકોને મોમા વારેવારે ચાંદી પડતી હોય તેવા લોકો બીલીપત્ર ના પાનનું સેવન કરવાના કારણે અવશ્ય ફાયદો થાય છે.

શિયાળાની ઋતુમાં કે ચોમાસાની ઋતુમાં જો લોકોને શરદી તાવ કે ઉધરસ ની બીમારી હોય તો તેવા લોકો મધ સાથે બીલીપત્ર ના પાન નો રસ ભેળવીને પીવે તો તેને અવશ્ય ફાયદો થાય છે.

જે લોકોને પેટની સમસ્યા હોય તે લોકો જો બીલીપત્રના પાનના રસનું સેવન કરે તો તેને ખૂબ જ ફાયદો થાય છે અને પેટને લગતી સમસ્યાઓ દૂર થાય છે. આ ઉપરાંત લોકોની પાચનશક્તિમાં વધારો થાય છે અને પેટને લગતી દરેક સમસ્યાઓ થશે દૂર.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *