આજે લોકોને કોઈ પણ વસ્તુની જાણકારી જોતી હોય અથવા તો કોઈ પણ નવી જાણકારી મેળવવી હોય તો લોકો એક જ વસ્તુ નો સહારો લે છે અને એ છે ગૂગલ. ગૂગલ એ વિશ્વનું સર્વ શ્રેષ્ઠ સર્ચ એન્જિન છે, કે જેની અંદર કોઈપણ વસ્તુ સર્ચ કરવાથી તેના અંગે યોગ્ય માહિતી મળી આવે છે. પરંતુ આ ગુગલ આપણને જે યોગ્ય અને સચોટ માહિતી આપે છે તે માહિતી આપવા માટે આ ગુગલ ની અંદર લાખો લોકો રાત દિવસ મહેનત કરે છે.
Google કંપનીની અંદર લાખો એમ્પ્લોઇઝ રાત ને દિવસ મહેનત કરે છે જેને કારણે google વિશ્વની સર્વશ્રેષ્ઠ કંપની બની ગઈ છે. થોડા થોડા સમયે પોતાના કંપનીની અંદર ખૂબ જ હાઈલેવલ ભેજાબાજોને એડ કરતા રહે છે. જેને કારણે તે પોતાની અંદર સતત ને સતત નવું ટેલેન્ટ ઉમેરતા રહે. સામે તે વ્યક્તિને પેકેજ પણ એટલું જ આપે છે અને આવું જ કિસ્સો બન્યો છે બિહારના એક વ્યક્તિ સાથે.
આઈ.ટી.આઈ રુરકી ની અંદર મિકેનિકલ બ્રાન્ચ ની અંદર અભ્યાસ કરતા આદર્શ શર્માએ તાજેતરમાં જ પોતાનો મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે. Google દ્વારા લેવામાં આવેલા એક ઇન્ટરવ્યૂ ની અંદર આદર્શ શર્માએ પોતાના નોલેજનો ખુબ સારૂ એવું પ્રદર્શન કર્યું હતું. જેને કારણે તે ગૂગલ કંપની ની અંદર સિલેક્ટ થઇ ગયો હતો અને આવનારા એક કે બે મહિનાની અંદર તે ગૂગલ કંપની ની અંદર જોઈન પણ થવાનો છે.
પરંતુ જ્યારે તમે જોશો કે ગૂગલ કંપની વાળા એ આ આદર્શ શર્માને વાર્ષિક કેટલું પેકેજ આપ્યું છે. તો તે વાંચીને જ તમે દંગ રહી જશો. જી હા, જર્મનીની અંદર આવેલી ગૂગલ કંપનીમાં આદર્શ શર્માના રિક્રુટમેન્ટ બદલ google કંપની દ્વારા તેને વાર્ષિક એક કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે. જી હા, પૂરેપૂરા એક કરોડ રૂપિયા.
જ્યારે આદર્શ શર્માનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે ઇન્ટરનેટ પર વિવિધ જાતના પ્રોગ્રામિંગ આવતા હોય છે. પરંતુ તેને કોમ્પિટીટીવ પ્રોગ્રામિંગની અંદર ખૂબ ઇન્ટરેસ્ટ હતો અને આ માટે તેણે ઘણી ઓનલાઇન કોમ્પીટીશન ની અંદર પણ ભાગ લીધો હતો. આમ કરવા પાછળનું તેનું કારણ પોતાનું નોલેજ વધારવાનું હતું.
આદર્શ શર્મા પહેલેથી જ ગણિત ની અંદર પણ ખૂબ જ પાવરફૂલ હતા. આ ઉપરાંત જો પોતાના ભણતરની અંદર તેને કોઇપણ જાતનો પ્રશ્ન ઉત્પન્ન થાય તો તે પ્રશ્નના સોલ્યુશન માટે તે કલાકો લગાવી દેતા હતા. પરંતુ પરંતુ જ્યાં સુધી તે પ્રશ્નનો હલ તેને ન મળે ત્યાં સુધી તે જંપીને બેસતા ન હતા.જ્યારે તેને ગૂગલ તરફથી આ ઓફર મળી ત્યારે તે જાણીને તેને કોઈ નવાઈ ન લાગી હતી. કેમકે, તેને વિશ્વાસ હતો કે પોતાની લગન અને મહેનતના કારણે તથા પોતાના નોલેજ ના કારણે ગુગલ તેને અવશ્ય અને અવશ્ય સિલેક્ટ કરશે જ.
આમ બિહારના આ એક હોશિયાર વિદ્યાર્થી એ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર ભારત દેશનું નામ રોશન કર્યું છે અને પોતાનાં માતા-પિતાનું પણ નામ રોશન કર્યું છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.