ભીંડાનું શાક તેના સવાદ કરતા પણ તેના ગુણના કારણે નાના બાળકોથી લઇને મોટા દરેક લોકોને ભીંડાનું શાક પસંદ હોય છે. ભીંડાનું શાક જોઇને દરેક લોકોના મોંમા પાણી આવી જાય છે. તો તમે અત્યાર સુધી સાદુ ભીંડાનું શાક, ભરેલા ભીંડા સહિતની રેસિપી ટ્રાય કરી હશે પરંતું આજે એક નવી રીતે બનાવવામાં આવેલી ભીંડી ફ્રાયની રેસીપી લઇને આવ્યા છે.
આ રેસીપીનું નામ સાંભળતા જ દરેકના મોંમા પાણી આવી જશે અને ઘરના લોકો આ શાક ખાતા નહિ ધરાય તો ચાલો જાણીએ કેવી રીતે બનાવશો ભીંડી ફ્રાય.
સામગ્રી
– તાજા ભીંડા > અઢીસો ગ્રામ
– ધાણાજીરું પાવડર > એક ચમચી
– મીઠું > સ્વદાનુસાર
– આખું જીરૂ > અડધી ચમચી
– ફ્રાય કરવા તેલ > ત્રણ ચમચી
– જીણા સમારેલા લીલા મરચા > ૩ થી ૪ નંગ
– હળદર > પા ચમચી
– ચટણી > એક ચમચી
– સમારેલ ડુંગળી > એક નંગ
બનાવવાની રીત
ઘરના તમામ સભ્યોને પ્રિય એવી ભીંડી ફ્રાય બનાવવા માટે સૌ પહેલા ભીંડાને ધોઇને સાફ કરી લો. ત્યાર બાદતેને લાંબા ચીરા કરીલો. હવે એક પેનમા તેલ ગરમ કરીને તેમાં જીરૂ ઉમેરી લો. ત્યાર બાદ તેમા ડુંગળી ઉમેરો અને તેને આછા સોનેરી રંગની થાય ત્યાં સુધી સાંતળી લો. ત્યારબાદ તેમા લીલા મરચાં ઉમેરીને સાંતળો.
ડુંગળી બરોબર સમારાય જાય ત્યાર બાદ તેમા ચીરેલા ભીંડા, ધાણાજીર પાવડર અને ચટણી, હળદર ઉમેરી બરાબર હલાવી મિક્સ કરી લો. આ મિશ્રણ ને ખુબ જોર થી ના હલાવવુ જેથી ભીંડા આખ જ રહે. ત્યારબાદ તેને ધીમા તાપ પર અંદાજે ૧૦ મિનીટ સુધી પાકવા દો અને ત્યાર બાદ તેમા સ્વાદ અનુસાર નિમક અને આંબોળિયાનો પાવડર ઉમેરી ૨ મિનીટ બાદ ગેસ બંધ કરો.
બસ આ રીતે તૈયાર છે સૌને મનભાવતું ખુબ જ ટેસ્ટી અને ચટાકેદાર ભીંડા ફ્રાયનુ શાક.