ભીંડા નું શાક ખાધા બાદ ભુલથી પણ ન ખાવી આ વસ્તુઓ, નહિતર થઈ શકે છે આ બીમારીઓ…!

સામાન્ય રીતે દરેક શાક આપણા શરીરને પોષક તત્વો પૂરા પાડે છે. એમાં પણ જો વાત કરીએ ભીંડાની, તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. આપણા ઘરમાં ભીંડાને અનેક પ્રકારે પકાવીને ખાવામાં આવે છે. જેમ કે, આખા ભીંડા નું શાક, ભરેલા ભીંડા નું શાક, ઝીણા સમારેલા ભીંડા નું શાક, ભીંડી ફ્રાય અને ભીંડા નો સંભારો. અને આપણે સૌ તેને હોશે-હોશે ખાઈએ છીએ.

પરંતુ આયુર્વેદીક શાસ્ત્ર પ્રમાણે અમુક ખોરાકને વર્જિત માનવામાં આવે છે. કેમકે, એ બે વસ્તુઓ સાથે ખાવાના કારણે તમારા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ ફેલાય શકે છે. આ ઉપરાંત તે તમારા શરીરમાં અને પ્રકારના ખરાબ તત્વો પણ ઉત્પન્ન કરીને શરીરમાં ફેલાવી શકે છે. આ માટે જ હંમેશા ભોજન ખાતી વખતે બને ત્યાં સુધી વિરુદ્ધ આહાર સાથે ન ખાવું જોઈએ.

જો ભીંડાને માપસર ખાવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ આ જ ભીંડાને અધિક માત્રામાં ખાઈ લેવામાં આવે તો તે આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કેમકે, ભીંડાને પિત્ત કરતાં માનવામાં આવે છે. આ ચીજો વધુ માત્રામાં ભીંડા ખવાઈ જાય તો તમારા શરીરમાં પિત્ત ઉત્પન્ન થાય છે જે એસીડીટીની સમસ્યા સર્જે છે.

ભીંડા નું શાક ખાધા બાદ ક્યારેય પણ મુનો ન ખાવું જોઈએ કેમકે ભીંડા અને મૂળાની સંયુક્ત મિશ્રણ તમારા શરીરમાં જવાના કારણે તે તમને ચામડી સંબંધી અનેક રોગો ઉત્પન્ન થઈ શકે છે આથી ક્યારેય પણ ભીંડાને સાથે કે ભીંડા નું શાક ખાધા બાદ મૂળાનું સેવન ન કરવું જોઈએ

ભીંડાને ક્યારે પણ શેકીને ન ખાવુ જોઈએ. કેમકે, આયુર્વેદિક નિયમોનુસાર જો ભીંડાને શેકવામાં આવે તો તેની અંદર અમુક એવા તત્વો ઉત્પન્ન થાય છે. જેને ખાવાથી તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ વધુ માત્રામાં વધી જાય છે. જેને કારણે આગળ જતાં તમને હૃદય સંબંધી બીમારીઓ થવાનો ખતરો થઈ શકે છે. આ માટે ક્યારેય પણ ભીંડાને શેકીને ન ખાવા જોઈએ.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *