કહેવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિને તેના પહેરવેશ પરથી ન ઓળખવો જોઈએ. કેમકે, ઘણી વખત વ્યક્તિનો દેખાવ અને વ્યક્તિની પર્સનાલિટી ખૂબ જ અલગ હોય છે. અમીર થી અમીર વ્યક્તિ પણ ખૂબ સાદા કપડામાં રહી શકે છે અને ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ટાઇટ કપડા ની અંદર ફરી શકે છે. અને આથી જ આપણે ત્યાં કહેવાય છે કે કપડાં પરથી ક્યારેય કોઈ વ્યક્તિનું અંકલન ન કરવું જોઈએ.
આ ઉપરાંત ઘણા લોકો એવા પણ હોય છે કે જે પોતાનો ભેસ બદલીને જીવતા હોય છે. દુનિયાની અંદર ઘણા જાસૂસી એજન્ટો એવા પણ છે કે જેની પાસે લખલૂટ પૈસા છે છતાં પણ તે પોતાનો ભેષ બદલીને રહે છે અને ઘણા લોકો એવા છે કે જે પોતાના પહેરવેશ પર પુરતુ ધ્યાન આપતા નથી અને આથી જ જ્યારે આપણે આવા વ્યક્તિઓને જોઈએ છીએ ત્યારે પહેલી જ નજરે આપણે તે વ્યક્તિ કેવો છે તેનો અંદાજો લગાવી શકતા નથી અને આવી જ એક ઘટના બની છે તાજેતરમાં જ. તો ચાલો જાણીએ શું છે આખી ઘટના.
થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર એક વૃદ્ધ વ્યક્તિ ની તસવીરો ખુબ જ વાયરલ થઈ હતી અને મોટાભાગના લોકોએ આ પાછળનું સાચું કારણ જાણવાની કોશિશ કરી હતી. જેની અંદર એક વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ મોંઘી બાઈક પર બેસેલો જોવા મળે છે. તો ચાલો જાણીએ શું છે આ વાયરલ તસવીરો અને તેના પાછળ ની સાચી કહાની.
વાત છે થાઈલેન્ડની ત્યાં એક શોરૂમની અંદર એક વૃદ્ધ વ્યક્તિ બાઈક ના મોડલ જોવા માટે જાય છે. પરંતુ તે વ્યક્તિ નો પહેરવેશ જોઈને ત્યાંના કર્મચારીઓ તેને કોઈ સાધારણ ભિખારી સમજી બેઠા છે તથા તે વ્યક્તિની ખૂબ જ હસી મજાક કરે છે અને જ્યારે આ વૃદ્ધ વ્યક્તિ એ શો રૂમની અંદર રહેલી બાઇકો જોવાનું કહે છે ત્યારે તે શોરૂમના કર્મચારીએ તેને આમ કરવાની મનાઈ ફરમાવી દે છે. અને તેને હસી મજાક કરતાં કહે છે કે તારા કપડાં જોઈને નથી લાગતું કે તું આ બાઈક ઉપર બેસી પણ શકે.
શોરૂમના સ્ટાફનો આવો વર્તાવ જોઈને તે વૃદ્ધ વ્યક્તિ તે શોરૂમના માલિકને મળવાની જીદ કરે છે. પરંતુ શોરૂમ ના કર્મચારીઓ તેને આમ કરતાં અટકાવે છે. પરંતુ આ વ્યક્તિની જીદના કારણે થોડા સમય બાદ શોરૂમ ના માલિક તે વ્યક્તિને મળવા આવે છે. ત્યારે આ વૃદ્ધ વ્યક્તિ શોરૂમના માલિકને તેની મનપસંદ બાઈક હાર્લી-ડેવિડસન બતાવવાનું કહે છે.
વૃદ્ધ વ્યક્તિને આ વાત સાંભળીને તે શો રૂમની અંદર હાજર દરેક સ્ટાફ તેની ખૂબ જ મજાક ઉડાવે છે અને તેના પર હસે છે. પરંતુ તેના માલિક વિવેક પૂર્ણ વાત કરીને તે વ્યક્તિને હાર્લી ડેવિડસનની એક બાઈકનું model બતાવે છે. વ્યક્તિ તે બાઈક ના મોડલ ની જાચ પડતાલ કરે છે અને તેને તે બાઈકનું model ખૂબ જ ગમી જાય છે. તમે વિચારી પણ નહીં શકો કે આ ફાટેલ લુગડા વાળો વ્યક્તિ જે બાઇક ના મોડલ ને જોઈ રહ્યો હતો અને જે મોડેલ તેને ગમી ગયું તે મોડલની કિંમત અંદાજે 12 લાખ રૂપિયા હતી.
હવે જેવી જ તેને આ બાઈક ગમી ગઈ કે તેણે પોતાના પાકીટમાથી 12 લાખ રૂપિયા રોકડા ગણીને તે શોરૂમ ના માલિક ના હાથમાં પકડાવી દીધા અને આ દ્રશ્ય તે શોરૂમ ના દરેક વ્યક્તિ શાંતિથી જોતા રહ્યા. આ દ્રશ્ય જોયા બાદ શો રૂમનો એક પણ વ્યક્તિ પોતાના મોઢામાંથી એક શબ્દ ન બોલી શક્યો અને દરેક લોકો સ્તબ્ધ બની ગયા. આમ શોરૂમ ના વ્યક્તિઓએ તે વૃદ્ધ વ્યક્તિને તેના પહેરવેશ ઉપરથી જ કર્યો જે ખૂબ જ ખોટી વસ્તુ હતી.
કેમકે એ ભિખારી જેવી હાલતમાં આવેલો વ્યક્તિ તેના શો રૂમમાંથી એક જ ઝાટકે 12 લાખ રૂપિયાની બાઇક રોકડેથી ખરીદીને દરેક લોકોને દંગ રાખીને જતો રહ્યો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.