સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં આપણે વિવિધ જાતના ચટપટા શાકભાજી ખાવાની આદત હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર ભરેલા રીંગણા નુ શાક કે જે ની રેસીપી સાંભળતા તમારા મોંમાં પાણી આવી જશે. અને જ્યારે તમે તે બનાવશો ત્યારે તમારા આંગળા ચાટતા રહી જશો.
સામગ્રી
- બેથી ત્રણ રીંગણા
- બેથી ત્રણ ઝીણી સમારેલી ડુંગળી
- 2 ઝીણા સમારેલા ટમેટા
- 4 લસણની કળીઓ
- ૩ થી ૪ લીલા મરચા
બનાવવાની રીત
સૌપ્રથમ રીંગણા ને યોગ્ય આકાર ના કાપા કરી તેને પાણીની અંદર યોગ્ય રીતે ધોઈ નાખો.
ત્યારબાદ તેને કુકર ની અંદર થોડા થોડા બાફી લઇ કુકરમાંથી બહાર કાઢી ઠંડા થવા માટે રાખી દો.
હવે એક નોન સ્ટિક પેન ની અંદર અંદાજે ૨ થી ૩ ચમચી તેલ ઉમેરી અને તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર હિંગ અને જીરૂનો વઘાર કરો.
ત્યારબાદ તેની અંદર લીલા મરચા, ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા ટામેટા ઉમેરી અંદાજે ૨ થી ૩ મિનિટ સુધી પાકવા દો.
જ્યારે ડુંગળી આછા બ્રાઉન રંગની થઈ જાય ત્યારબાદ તેની અંદર હળદર, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો, વાટેલું લસણ ઉમેરી બરાબર હલાવી લો.
ત્યારબાદ ગેસ બંધ કરી લઈ તેની અંદર પહેલેથી ગરમ કરેલા રીંગણા ઉમેરી દો.
હવે રીંગણ ને બરાબર હલાવી લઈ ગેસ પર અંદાજે પાંચથી દસ મિનિટ સુધી પાકવા દો.
જ્યારે રીંગણા બરાબર પાકી જાય ત્યારે ગરમાગરમ પીરસો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.