ભારતનું એકમાત્ર એવુ મંદિર જે આપે છે વરસાદના આગોતરા એંધાણ, જાણો કઈ રીતે

ભારત દેશમાં અનેકો મંદિરો આવેલા છે જેમના અમુક મંદિરો ખુબજ રહસ્યમયી પણ છે. ભારત અમુક રહસ્યમયી મંદિરો કે, જેને જોયા બાદ વિદેશી તો શું અહીંના લોકો પણ આશ્ચર્યજનક થઇ જાય છે. અહીયાના અમુક રહસ્યો એવા છે કે જેના રહસ્ય વિશે અત્યાર સુધી કોઇને ખબર નથી.
જોકે લોકો તેને જાણવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે પરંતુ આજે તે રહસ્યો પરથી કોઈ પડદો ઉઠ્યો નથી.

તમને પણ આવા અનેક મંદિરો વિશે સમાંભાલ્યું હશે પરંતુ તેના આ રહસ્યો પાછળ શું કારણ છે તે હજી સુધી કોઈ ને ખબર ની હોય. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવા મંદિર વિશે જે કરે છે વરસાદ ની ભવિષ્યવાણી.

ભરતા દેશની ઉત્તરે આવેલ ઉત્તર પ્રદેશના કાનપૂર જનપદમાં ભગવાન જગન્નાથનું એક એવું મંદિર છે, જે સાત દિવસ પહેલાં આપે છે આગોતરા એંધાણ અને તે પણ વરસાદ આવવાના જી હા, તમે કદાચ વિશ્વાસ પણ ન કરો પરંતુ તે સાચું છે. અહીના લોકોનું કહેવું છે કે આ મંદિર માં અમુક એવી ચમત્કારિક ઘટના બને છે જે ૭ દિવસ આગવા જ આપે છે વરસાદ ની આગાહી.

કઈ રીતે?
ઉત્તર પ્રદેશમાં આવેલા આ ભગવાન જગન્નાથ મંદિરની છત વરસાદ આવ્યા પહેલા જ ટપકવા લાગે છે. આ મંદિર ની ખાસ વિશેષતા ઈ છે કે આ મંદિરમાં ટપકતા દરેક વરસાદના ટીપા પણ એ જ આકારના હોય છે, જેનાથી વરસાદ શરૂ થાય છે. તમામ સર્વે બાદ પણ કોઇ આધ્યાત્મિક વૈજ્ઞાનિક શોધી શક્યા નથી.

આ અંગે અનેક વૈજ્ઞાનિકો એ શોધ કરી હતી પરંતુ હજુ સુધી કોઈ લોકો આ રાઝ ઉજાગર કરી શક્યું નથી. આ મંદિરનો અંતિમ જીર્ણોદ્વાર ૧૧ મી સદીનો બનેલો હતો. તેના પહેલાં ક્યારે અને કેટલાં જીર્ણોદ્વાર બન્યા અથવા તેનું નિર્માણ ક્યારે થયું તેના વિશે માહિતી આજે પણ મળી નથી.

અહીના ખેડૂતો માટે આ મંદિર કોઈ સાક્ષાત ભાગ્ય વિધાતા થી કામ નથી કેમ કે આ મંદિર દ્વારા વરસાદની જાણકારી પહેલા જ મળવાથી ખેડૂતને તેના તમામ કામ પૂર્ણ કરવામાં રાહત મળે છે. આ મંદિર જન્નપદની અંદરનું ગામ વિકાસખંડ મુખ્યાલયની ત્રણ કિલોમીટર પર આવેલું છે.

આ મંદિર ની રચના બોદ્ધ મઠ જેવીજ કરવામાં આવી છે તેને ઉપરના ગુમ્બાજ બોદ્ધ માથાના ગુમ્બજને મળતા આવે છે આ ઉપરાંત આ મંદિર ની છત ની દીવાલ અંદાજે ૧૪ ફૂટ જેટલી મોટી છે આથી આ મન્દીરમાં પાણી લીકેજ ની શક્યતાઓ પણ નથી

આમ આ મંદિર ની ચાત માંથી ટપકતું પાણી આજે પણ લોકો માટે એક રહસ્ય બની ને રહી ગયું છે પરંતુ આહીના લોકો માટે તો આ એક ઇસ્વરના વરદાન થી કામ નથી.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *