મિત્રો આપણે દરેક લોકો જઈએ છીએ કે ભારતને વિવિધતાનો દેશ કહેવામાં આવે છે. કેમકે ભારતની અંદર વિવિધ જાતની પરંપરાઓ લોકો અને ધર્મ જોવા મળે છે. તમે ઘણી વખત જોયું હશે કે ભારતના અલગ-અલગ રાજ્યો ની અંદર લોકો બીજા રાજ્યના લોકો સાથે ભેદભાવ રાખતા હોય છે અને આથી જ ભારત માં વિવિધતા પણ છે અને સાથે સાથે એકતા પણ છે.
પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ જ ભારત દેશના એક શહેર વિશે કે જ્યાં ન તો કોઈ ધર્મના લોકો રહે છે ન તો કોઈ જાતિના લોકો રહે છે. એવી જગ્યા કે જ્યાં ન તો કોઈ પણ પ્રકારનું ચલણ ચાલે છે કે ન તો કોઈ પણ પ્રકારની સરકાર રચાય છે. તમને પણ વાંચીને નવાઇ લાગશે કે આખરે ભારત દેશની અંદર આવી જગ્યા છે ક્યાં આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભારત દેશની એ અજીબ જગ્યા વિશે.
ભારત દેશની અંતર આ જગ્યા જે શહેરની અંદર આવેલ છે તે શહેરનું નામ છે ઓરોવીલે. આ શહેરની સ્થાપના 1968માં મીરા અલ્ફાજો દ્વારા કરવામાં આવી હતી. આ શહેર ચેન્નાઈથી અંદાજે 150 કિમી દુર આવેલું છે અને આ જગ્યાને સિટી ઓફ પણ કહેવામાં આવે છે અને આ જગ્યાએ શહેર વસાવવાનું વિચાર માત્ર એક જ કારણથી કરવામાં આવ્યો હતો કે આ જગ્યાએ લોકો ધર્મ જાત પાત અને ભેદભાવથી દૂર થઈ જાય અને એકદમ સ્વતંત્ર થઈને જીવે.
આ સમગ્ર શહેર બનાવવા પાછળનું એક જ કારણ હતું કે લોકો માનવતાની અનુભૂતિ કરે વર્ષ 2015 સુધી આ શહેરનો વિસ્તાર વધતો જ ગયો વધતો જ ગયો. આ શહેરની અંદર અંદાજે 50 થી પણ વધુ દેશના લોકો વસવાટ કરે છે. હાલમાં આ શહેરની અંદર અંદાજે ૨૫ હજારથી પણ વધુ લોકો રહે છે. આ શહેરની વચ્ચોવચ એક ભવ્ય મંદિર પણ આવેલું છે અને તમે સામાન્ય રીતે જોયું હશે કે કોઈપણ મંદિરની અંદર દેવી-દેવતાઓની મૂર્તિ હોય છે.
પરંતુ આ શહેરના મધ્યમાં આવેલા આ મંદિરની અંદર કોઈપણ ભગવાન અથવા તો દેવી-દેવતાની મૂર્તિ નથી પરંતુ આ શહેરની વચનો જ આવેલા આ મંદિરની અંદર લોકો માત્ર અને માત્ર મેડિટેશન કરવા માટે જ એકઠા થાય છે આમ ભારત દેશની અંદર પણ એક એવું શહેર છે જેણે હકીકતમાં ભારત દેશની આ વાત વસુધેવ કુટુંબકમ ઉજાગર કરી છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.