આજે દરેક યુવાનો નવી નવી બાઈક લેવાનો શોખ રાખે છે. અને માર્કેટની અંદર પણ આપણે જોઇએ છીએ કે દિવસેને દિવસે નવી નવી ડિઝાઈન અને ટેકનોલોજી વાળી બાઇકો આવતી જાય છે. પરંતુ દરેક વ્યક્તિને માટે આ નવી નવી બાઈક લેવી શક્ય નથી. કેમ કે, જેમ જેમ આ બાઈકોની ટેકનોલોજી વધતી જાય છે તેમ તેમ આ બાળકોના કિંમત પણ વધતી જાય છે. જે દરેક માટે બજેટ અનુરૂપ હોતી નથી.
પરંતુ જો આવી નવી નવી બાઈક લેવાના સપનાં સેવનારા યુવાનોને કોઈ એવી માર્કેટ મળી જાય. કે જ્યાં તેમને તેમની મનગમતી બાઈક આરામથી મળી જાય. અને એ પણ ખૂબ સસ્તી કિંમતમાં તો તેના માટે તો ઘી કેળા થઇ જાય. આજે અમે આપને વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી માર્કેટની કે જ્યાં બાઈક વેચાય પાણીના ભાવે. જી હા તમને અહીં આવેલી આ માર્કેટ માં બાઈક ના ભાવ સાંભળીને જ મનમાં એક વાત આવશે કે હોય નહીં.
આ માર્કેટની અંદર કોઈપણ નવા મોડેલ ની બાઈક ખૂબ આસાનીથી મળી જાય છે. અને એ પણ ખૂબ સસ્તી કિંમતે એટલી સસ્તી કિંમત. કે જે બાઇકની કિંમત બજારમાં 70 હજાર રૂપિયા હોય તે બાઇક આ બજારની અંદર 5000 રૂપિયામાં જ મળી જાય છે. તો ચાલો જાણીએ કયા છે આ માર્કેટ અને શું છે આ માર્કેટમાં બાઈક ના ભાવ.
અમે જે માર્કેટ વિશે વાત કરી રહ્યા છીએ તે છે દિલ્હીની અંદર આવેલ કરોલ બાગ ની માર્કેટ. આ માર્કેટની અંદર ખૂબ જ કીમતી નવી નવી ટેકનોલોજી અદ્યતન બાઇકો તમે ખૂબ સસ્તામાં ખરીદી શકો છો. આ માર્કેટની અંદર તમને હીરો હોન્ડા, બજાજ હાર્લી-ડેવિડસન, કેટીએમ અને રોયલ એનફિલ્ડ જેવી દરેક કંપનીઓની બાઈક આસાનીથી મળી રહેશે.
આ માર્કેટની અંદર જે બાઇકની બજારભાવમાં કિંમત 70 હજાર રૂપિયા હોય તે બાઇક અહીંયા માત્ર પાંચ હજારમાં મળી રહે છે. અને તે પણ તમે એ બાઈક ની ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ અને બરાબર ચેક કર્યા બાદ જ ખરીદી શકો છો. તો આજે જ મુલાકાત લો દિલ ની અંદર આવેલી આ બાઇકની માર્કેટની કે જ્યાંથી તમને પણ મળી રહેશે તમારી ડ્રીમ બાઈક અને એ પણ ખૂબ સસ્તી કિંમતે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.