નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભારત દેશના સૌથી લાંબા વ્યક્તિ વિશે કે જેની ઊંચાઈ એટલી છે કે તે તમે ક્યારેય વિચારી પણ ન શકો. સામાન્ય રીતે ભારત દેશની અંદર લોકોની ઊંચાઈ પાંચ ફૂટથી માંડીને છ ફૂટની વધારે હોય છે અને છ ફૂટના લોકોને તો ખૂબ ઊંચા લોકો માનવામાં આવે છે. પરંતુ આ વ્યક્તિની ઊંચાઈ સાંભળીને તમને પણ એક નજરે વિશ્વાસ થશે નહીં.
અમે જે ભારત દેશના સૌથી લાંબા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે ધર્મેન્દ્રસિંહ. મેરઠ ની અંદર રહેતા ૩૨ વર્ષીય ધર્મેન્દ્ર સિંહ પોતાની લંબાઈ ના કારણે ખૂબ જ પરેશાન છે. આ ધર્મેન્દ્ર સિંહ ની ઊંચાઈ આઠ ફૂટ એક ઇંચ છે અને આથી જ તેને લગ્ન કરવામાં પણ ઘણી તકલીફ આવી રહી છે. કેમકે તેની આ ઊંચાઈ વિશ્વના સૌથી ઉંચા વ્યક્તિ કરતા માત્ર બે ઇંચ જ ઓછી છે.
તેણે હિન્દી વિષય પર ગ્રેજ્યુએશન પણ કરી લીધું છે અને તે મનોરંજન ઉદ્યાનની અંદર કામ પણ કરે છે. તેને દર મહિને દસ હજાર રૂપિયા જેટલો પગાર પણ મળે છે. પરંતુ આમ છતાં કોઈ પણ છોકરી તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર થતી નથી. કેમ કે એની આટલી ઉંચાઇ જોઈને છોકરીઓ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દે છે.
ધર્મેન્દ્ર સિંહ દરરોજ 25 ઈંડા અને 25 લિટર જેટલું દૂધ પી જાય છે અને આથી જ તેને ચાલવામાં પણ ઘણી તકલીફ પડે છે. પોતાની આ ઊંચાઈને કારણે તે સમગ્ર વિશ્વની અંદર ખૂબ જ પ્રખ્યાત થઈ ગયા છે અને આજે અનેક લોકો તેની સાથે તસવીરો ખેંચવા માટે લાઈનમાં ઊભા રહે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.