જીવનમાં અપનાવો ભગવાન શંકરના આ પાંચ મંત્રો. ક્યારેય નહિ આવે કોઈ બાધા…

હિન્દુ ધર્મની અંદર ભગવાન શંકરને સર્વોપરી દેવ માનવામાં આવ્યા છે. કેમકે, દરેક લોકો ભગવાન શંકરની પૂજા કરતા હોય છે તથા ભગવાન શંકર ત્રિદેવમાંના એક દેવ છે. ભગવાન શંકરને મહાકાલ પણ કહેવામાં આવે છે.

ભગવાન શંકરે મનુષ્યને જીવન જીવવા માટે અમુક એવા ગૂઢ રહસ્યો જણાવેલા છે. કે જેનું અનુસરણ કરવાના કારણે કોઈપણ વ્યક્તિ શ્રેષ્ઠ જીવન જીવી શકે છે. જ્યારે જ્યારે માતા પાર્વતી દ્વારા ભગવાન શંકરને મનુષ્ય જીવન અંગે કોઈપણ વસ્તુ પૂછવામાં આવી છે. ત્યારે ભગવાન શંકરે માતા પાર્વતીના મનનું સમાધાન માટે અનેક પ્રકારના ગૂઢ રહસ્યો જણાવેલા છે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભગવાન શંકર દ્વારા બતાવવામાં આવેલા આવા જ ગૂઢ રહસ્યો વિશે. કે જે તમે જીવનની અંદર ઉતારી લેશો તો તમારું નસીબ પણ ચમકી ઉઠશે.

 

 

મનુષ્ય જીવનનો નો સૌથી મોટો ગુણ

એક વખત જ્યારે માતા પાર્વતી દ્વારા ભગવાન શંકરને પૂછવામાં આવ્યું કે, મનુષ્ય માટે સૌથી મોટો ગુણ કયો ગણવામાં આવે. ત્યારે ભગવાન શંકરે તેનો જવાબ આપતા કહ્યું કે, દુનિયાની અંદર માન-સન્માન અને સત્ય વચન બોલવું એ મનુષ્ય જીવનનો સૌથી મોટો ગુણ છે.

 

મનુષ્ય જીવનનું સૌથી મોટું પાપ

માતા પાર્વતી દ્વારા પ્રશ્ન પૂછાય ભગવાન શંકર એ તેના ઉત્તરમાં કહ્યું કે, કોઈપણ વ્યક્તિ સાથે બેઈમાની કે ધોકો કરવો એ આ સૃષ્ટિ પરનું સૌથી મોટું પાપ માનવામાં આવે છે. આથી માનવીએ કાયમી માટે ઈમાનદાર રહેવું જોઈએ.

 

સૌથી નૈતિક કર્મ

માતા પાર્વતી દ્વારા કૃષ્ણ ભગવાન શંકરે તેના સમાધાનમાં કહ્યું કે, કોઈપણ વ્યક્તિએ કાયમી માટે પોતાના પરિશ્રમ અને પોતાના અંતર આત્મા નું મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ. વ્યક્તિ બીજા વ્યક્તિઓ સાથે કેવો વ્યવહાર કરે છે તેનું સતત ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને માનવતા ખતમ ન થાય.

 

 

કેવા પાપ ન કરવા

ત્યારે માતા પાર્વતીએ ભગવાન શંકરને પૂછ્યું કે, મનુષ્યો એ કેવા પ્રકાર ના પાપ થી બચવું જોઈએ. ત્યારે ભગવાન શંકરે તેને ઉત્તર આપ્યો કે કોઈપણ વ્યક્તિએ વાણી કર્મ અને વિચારો ના માધ્યમથી કોઈ પણ પ્રકારનાં પાપ ન કરવા જોઈએ. એટલે કે કોઈ પણ વ્યક્તિએ પોતાની વાણી અને કર્મની અંદર તથા વિચારો ની અંદર અશુદ્ધતા ન લાગવી જોઈએ. જેથી કરીને વ્યક્તિ કાયમી માટે પુણ્ય નો ભાગીદાર રહે.

 

કઈ વસ્તુ નો મોહ રાખવું

ભગવાન શંકરે કહ્યું કે, મનુષ્ય દ્વારા રાખવામાં આવતો મોહ જ દરેક સમસ્યાઓનું મૂળ છે. મનુષ્યે દરેક પ્રકારની મોહમાયામાંથી દૂર રહેવું જોઇએ. કેમ કે, તમારા મનની અંદર ઉત્પન્ન થયેલો મોહ તમને ખરાબ કર્મો કરવા તરફ આકર્ષે છે. આથી મનુષ્યે પોતાના જીવનની અંદર કોઈપણ પ્રકારનો મોહ કે લોભ ન રાખવો જોઈએ. આથી મનુષ્યે પોતાના જીવનની અંદર કોઈપણ પ્રકારનો મોહ કે લોભ ન રાખવો જોઈએ.

 

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *