ભગવાન ગણપતિ ને વિઘ્નહર્તા દેવ કહેવામાં આવે છે. ગણપતિને દરેક દેવોમાં પ્રથમ પૂજનીય દેવ કહેવામાં આવે છે. આથી જ કોઈ પણ શુભ કાર્ય પહેલા હમેશા ગણપતિની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણપતિ રીધી-સીધી આપનારા તથા વિઘ્નો દૂર કરનારા દેવ છે. ભગવાન ગણપતિની સ્તુતિ કરવાથી ઘરમાં હમેશા રીધી-સીધી નો વાસ થાય છે તથા ઘરમાં આવનારા દરેક વિઘ્નો દૂર થાય છે.
આથી જો આપણે ભગવાન ગણપતિ ની સ્તુતિ કરી અને તેને રીઝવવામાં સફળ રહીએ તો અવશ્ય આપણી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે. બુધવારને ભગવાન ગણપતિજીનો વાર ગણવામાં આવે છે આથી બુધવારના દિવસે ભગવાન ગણપતિ ને સિંદૂર, ચંદન, જનોઈ અને વસ્ત્ર ચઢાવો. આ દિવસે ગણેશજીને પ્રિય એવા લાડુનો પ્રસાદ ધરો તથા ધૂપ-દીપ પ્રગટાવીને ભગવાન ગણપતિ ની સ્તુતિ કરો, ત્યાર બાદ આ મંત્ર નો જપ કરો
વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ|
નિર્વિઘ્ને કરું મેં દેવ સર્વકાર્યેસુ સર્વદા ||
ભગવાન ગણપતિની આરતી કર્યા બાદ આ મંત્રનો 108 વખત જાપ કરો, જેથી જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો તેની સ્થિતિ શુભ થઇ જશે અને તમારા દરેક ગ્રહદોષો દૂર થઈ જશે.
આ ઉપરાંત બુધવારના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કર્યા બાદ આસપાસના કોઈપણ ગણપતિજીના મંદિરમાં જઈ ભગવાન ગણપતિજીને દુર્ગા માં 11 કે 21 ગાંઠવાળી અર્પણ કરો. આ દિવસે જરૂરિયાત મંદ વ્યક્તિને કોઈપણ લીલી વસ્તુઓ જેમ કે મગ અથવા તો લીલા કપડાનું દાન કરો જેથી બુધ ગ્રહના દરેક દોષો દૂર થશે.
લીલો કલર ગણપતિનો પ્રિય કલર છે આથી જ બુધવારના દિવસે બને ત્યાં સુધી લીલા રંગના કપડા પહેરવા. આ દિવસે ગાયને લીલું ઘાસ પણ ખવડાવવું ખૂબ લાભકારી છે. બુધવારના દિવસે ગરીબ બાળકોને લીલા વસ્ત્રો તથા ભગવાન ગણપતિના પ્રિય મોદક ની પ્રસાદી વહેંચવી જેથી ભગવાન ગણપતિની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.
ભગવાન શંકર અને પાર્વતીના પુત્ર, વિઘ્નસંતોષી ગણપતિ મહારાજ ને ખુશ રાખવાથી તમારૂ જીવન પણ ખુશીઓથી ભરાઈ જશે, અને જીવનની અંદર ક્યારેય પણ કોઈ વિઘ્નોનો સામનો નહીં કરવો પડે.
લેખન અને સંકલન :- દિવ્યા રાવલ