મનુષ્યના જીવનમાં રહેલા અનેક મૂલ્યવાન રત્નોમાંનું એક રત્નો છે માણેક. માણેકને રત્નનો રાજા પણ કહેવામાં આવે છે. આપણે ત્યાં એવી લોકવાયકા છે કે માણેકની દલાલીમાં હીરો મળે છે. આ ઉપરાંત માણેકને ચુન્ની તથા લાલ ના નામથી પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં માણેકને રૂબી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે મ્યાનમાર (બર્મા) દેશનો માણેક સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
શું છે માણેકની ખાસિયત?
માણેકને દરેક રત્નોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે માણેક ધારણ કરનાર વ્યક્તિ સાથે જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ બનવાનો હોય તે પહેલાં પોતાનો રંગ બદલાવી નાખે છે. જોકે આ બદલાવ સમજવા માટે ખાસ પ્રકારની આવડત હોવી જોઈએ.
કેવી રીતે કરશો ધારણ?
માણેકને શુકલ પક્ષના કોઈ પણ રવિવારે ધારણ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેને ધારણ કરવા માટે સૂર્યના મંત્રોનો જાપ કરી સવારે ૯ થી ૧૧ વાગ્યાની વચ્ચે ધારણ કરવો. માણેકને અન્ય રત્નોની જેમ બહારની શુદ્ધ કરવાની કોઈ જરૂર હોતી નથી. તેને ઘરમાં પણ કરી શકાય છે.
માણેક ને સોના અથવા તાંબાની વીંટીમાં પહેરી શકાય છે. માણેક ની સાથે તમે મોતી અને મૂંગા રત્ન પણ ધારણ કરી શકો છો. સિંહ રાશિના જાતકો માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
માણેક પહેરવાથી થતા લાભ
માણેક રત્ન પર સૂર્યનું સ્વામિત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે આ રત્નને ધારણ કરનાર સૂર્યની પીડાથી સંતાતો હોય તો તે શાંત થઈ જાય છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ માણેકને ખૂબ જ લાભકારી ગણવામાં આવ્યો છે.
માણેક ધારણ કરનાર વ્યક્તિને આંખને લગતા દરેક રોગોમાંથી મુક્તિ મળે છે. આ રત્ન ધારણ કરનાર વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે એ ખૂબ જ લાભકારી કરવામાં આવ્યો છે. નેતાઓ માટે આ રત્નને ખૂબ જ પ્રતિષ્ઠાવાન ગણવામાં આવ્યો છે.
લેખન અને સંકલન:- દિવ્યા રાવલ
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…